અમદાવાદ : કાઉન્સિલર સતત 46મી વખત સાઇકલ પર AMC ઓફિસ આવ્યા

0
25

(રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ)

અમદાવાદ : સમગ્ર દેશમાં સીએએ (Citizenship Amendment Act) કાયદાને લઇને સંગ્રામ ચાલી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના અસારવાના કાઉન્સિલર બિપીન પટેલ I Support CAAના પ્લે કાર્ડ સાથે સાઇકલ પર દાણાપીઠ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે પહોચ્યાં હતાં. બિપીન પટેલે દર મહિનાના પહેલા સપ્તાહમાં સાઇકલ પર આવવાની નેમ વ્યક્ત કરી હતી. જેના ભાગરૂપે શનિવારે પણ તેઓ સીએએના સમર્થન પ્લે કાર્ડ સાથે એએમસી પહોચ્યાં હતાં.

આ અંગે CN24NEWS  ગુજરાતીએ અસારવાના કાઉન્સિલર બિપીન પટેલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, “2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે ચોથી ટર્મ અસારવાથી જીત્યા હતા ત્યારે તેઓના મનમાં એક વિચાર આવ્યો હતો. શહેરમાં જે રીતે ટ્રાફિક અને વસ્તી વધી રહ્યાં છે, તે અંગે કોઇ સમાધાન લાવવું જોઈએ. આથી મારા પરિવાર અને પાર્ટીના નેતાઓ સાથે આ અંગે વાતચીત કરી હતી. મેં શહેરની ટ્રાફિક અને વસ્તીની સમસ્યા માટે સંકલ્પ કરી વચનપાલન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જેનું આજે પણ હું પાલન કરું છું.”

“દેશમાં જ્યારે સીએએને લઇ અનેક જગ્યાઓ પર વિરોધ થઇ રહ્યો છે. તેવામાં સીએએના સમર્થનમાં હું આજે મારા નિવાસ્થાન અસારવાથી I Support CAA પ્લે કાર્ડ સાથે દાણાપીઠ એએમસી ઓફિસ પહોચ્યો છું.”

વઘુમાં કાઉન્સિલરે જણાવ્યુ હતુ કે, “આ પહેલા સાઇકલ પર વિંગ કમાન્ડર અભિનંદનને અભિનંદન સાથે પ્લે કાર્ડ, પાણી બચાવોના પ્લે કાર્ડ, છોડમાં રણછોડ વૃક્ષો વાવો જેવા પ્લે કાર્ડ, એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્લે કાર્ડ, પર્યાવરણ બચાવો તથા ટ્રાફિકની સમસ્યા હલ કરવાના પ્લે કાર્ડ સાથે ઓફિસ પહોંચી ચૂક્યો છું. આજે 46મીવાર સાઇકલ લઇને હું અહીં પહોંચ્યો છું. સાઇકલ ચલાવવાથી સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. લોકોએ પણ મહિને કે પછી સપ્તાહમાં એકવાર સાઇકલ લઇને પોતાની ઓફિસ જવું જોઇએ અથવા પોતાના વાહનો શહેરમાં લઇ જવાનું ટાળવું જોઇએ. કારણ કે દેશ અને અમદાવાદ માટે પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે મોટી થતી જાય છે.”

નોધનીંય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર ગૌતમ શાહ પણ મહિનામાં એક દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને એટલે કે બીઆરટીએસનો ઉપયોગ કરી એએમસી દાણાપીઠ આવતાં હતાં. ત્યારે ચાર ટર્મથી અસારવા કાઉન્સિલર તરીકે રહેલા બિપિન પટેલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પોતાના નિવાસ્થાનથી એએમસી દાણાપીઠ ઓફિસ સાઇકલ પર આવી પોતાનો સંકલ્પ પૂર્ણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here