Friday, April 19, 2024
Homeઅમદાવાદ : નારણપુરાની ધ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની મહિલા અકાઉન્ટન્ટે સ્કૂલ અને...
Array

અમદાવાદ : નારણપુરાની ધ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની મહિલા અકાઉન્ટન્ટે સ્કૂલ અને સંસ્થાના રૂ. 3.21 કરોડની છેતરપિંડી કરી

- Advertisement -

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલની મહિલા અકાઉન્ટન્ટે સ્કૂલની ફી અને અલગ અલગ બેંક અકાઉન્ટમાં રહેલા રૂપિયા મળી કુલ રૂ.3.21 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી મહિલા અકાઉન્ટન્ટે પૂર્વ આચાર્ય ફાધર ચાર્લ્સ અરુલદાસની ચેકમાં ખોટી સહીઓ કરી હતી. RTGS મારફત બીજાના ખાતામાં પૈસા જમા કરાવાયા હતા, જે તમામ બાબતો ઓડિટમાં બહાર આવતાં ભાંડો ફૂટ્યો હતો. આ કેસમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

21 વર્ષથી સ્કૂલમાં મનીષા વસાવા અકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે

નારણપુરા વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં 21 વર્ષથી સ્કૂલમાં મનીષા વસાવા એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેની પર સ્કૂલના અકાઉન્ટની તમામ જવાબદારી આવે છે. સ્કૂલનું સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં ડિડક્શન ખાતું છે, જેમાં કર્મચારીઓના પીએફનાં નાણાં જમા કરાવવામાં આવે છે. ઓડિટ દર વર્ષે એમ.એ. શાહ પેઢી દ્વારા કરવામાં આવે છે. આ પેઢીના ક્લાર્ક કમલેશભાઈ ઓડિટ કરવા આવવાના હોવાથી ફાધર ઝેવિયર પાસે હિસાબો માગવામાં આવ્યા હોવાથી તેમણે મનીષાને તમામ હિસાબો આપી દેવા જણાવ્યું હતું. જોકે મનીષાએ હિસાબ આપ્યા ન હતા. આ ઉપરાંત તે વગર મંજૂરીએ શાળામાં ગેરહાજર રહેતી હતી. મનીષાએ શાળાએ આવવાનું જ બંધ કરી દીધું હતું, આથી શાળાની ક્લાર્ક એડના રાઠોડ અને મોનિકાએ હિસાબો આપ્યા હતા.

ડિડકશન અકાઉન્ટની ચેક બુક મનીષા પાસે રહેતી હતી

અકાઉન્ટન્ટ મનીષાના વર્તન અને ગેરહાજરીને કારણે ફાધર ઝેવિયરને કંઈક ગરબડ થયાની શંકા ગઈ હતી. ઓડિટમાં પણ ગરબડ હોવાનું બહાર આવતાં શંકા પાકી થઈ હતી. સ્કૂલ અને એની સંસ્થાઓના સેન્ટ્રલ બેન્કમાં આવેલાં જુદાં જુદાં બેન્ક અકાઉન્ટમાંથી મનીષાએ 2019થી 2020 દરમિયાન રૂ. 2.84 કરોડ સ્કૂલના ડિડકશન અકાઉન્ટમાં આરટીજીએસથી અને જે-તે સમયના પ્રિન્સિપાલ ફાધર ચાર્લ્સની ખોટી સહીઓ કરી ચેકથી ટ્રાન્સફર કરી હતી. ડિડકશન અકાઉન્ટની ચેક બુક મનીષા પાસે રહેતી હતી.

ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી

બાદમાં ડિડક્શન અકાઉન્ટમાંથી મનીષાએ 23 જુલાઈ 2019થી 5 માર્ચ 2020 સુધીમાં રૂ.2.87 કરોડની રકમ અમદાવાદના જયેશ સુનીલ વાસવાનીના DCBE બેન્ક અકાઉન્ટમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરી હતી. આ સુનીલ વાસવાની સિદ્ધિવિનાયક એન્ટરપ્રાઈઝના નામે લીલામણી ટ્રેડ સેન્ટર, ફિલોલિથોમેસ, દૂધેશ્વર રોડ ખાતે ઓફિસ ધરાવે છે. આ ઉપરાંત આરોપી મનીષાએ 2018, 2019 અને 2020 દરમિયાન શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રોકડમાં ભરવામાં આવેલી રૂ.33.65 લાખની રકમ પણ શાળાના બેન્ક અકાઉન્ટમાં જમા કરાવવામાં આવી ન હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular