અમદાવાદ : કોરોના સંક્રમણ વધવાને કારણે ફૂલડોલ ઉત્સવ મોકુફ રાખ્યો

0
3

અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ કુમકુમ મંદિરે કોરોના સંક્રમણ વધવાને કારણે ફૂલડોલ ઉત્સવ મોકુફ રાખ્યો છે. વધુ માણસો ભેગા ન થાય, કોરોનાનું સંક્રમણ લોકોમાં ન ફેલાય તે માટે મંદિર દ્વારા હોળી,ધૂળેટીના પર્વમાં થતી ફૂલડોલ ઉત્સવની ઉજવણી રદ કરાઈ છે.

સમય સંજોગને ધ્યાનમાં રાખીને ઉત્સવ ઉજવવા જોઈએ
આ પ્રસંગે મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં કહ્યું છે કે સમય સંજોગો અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્સવો ઉજવવા જોઈએ. કોઈક વખત લાખો રૂપિયાના ખર્ચ કરીને અને લાખો માણસોને ભેગા કરીને ઉત્સવ ઉજવાય અને કોઈ વખત ભગવાનના ચરણમાં તુલસીપત્ર મૂકીને પણ ઉત્સવ ઉજવાય માટે સમય સંજોગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે એમાં જ ભગવાનનો રાજીપો છે.

સૌ કોઈ એક સાથે લડીશું તો કોરોના વાયરસની આગળ વિજય મેળવી શકીશું
સૌ કોઈ એક સાથે લડીશું તો કોરોના વાયરસની આગળ વિજય મેળવી શકીશું

સૌ સાથે મળીને લડીશું તો કોરોના હારશે
હાલ કોરોના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે આપણે સૌ કોઈએ હોળી ધુળેટી ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં ભેગા થવું ના જોઈએ અને ઘરમાં રહીને જ તેની ઉજવણી કરવી જોઈએ એમાં જ આપણા સૌ કોઈનું હિત રહેલું છે. બીજી વાત એ કે હોળીના તહેવારની અંદર આપણે કોરોના વાયરસથી જો હિંમત હારી ગયા હોઈએ તો આપણે હતાશાને હોળીમાં હોમી દેવી જોઈએ અને આપણે સૌ કોઈએ હિંમતવાન થવું જોઈએ અને એકસાથે બધાએ ભેગા થઈને કોરોના વાયરસની સાથે લડવું જોઈએ અને આપણે સૌ કોઈ એક સાથે લડીશું તો કોરોના વાયરસની આગળ વિજય મેળવી શકીશું.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે એમાં જ ભગવાન રાજી છે
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે એમાં જ ભગવાન રાજી છે

જનહિતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નિર્ણય લેવાયો
ગુજરાતનાં 8 મોટા કોર્પોરેશન હેઠળ આવતા શહેરોની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે તે વચ્ચે અમદાવાદમાં સ્વામિનારાયણ કુમકુમ મંદિરે મહત્વપૂર્ણ નિર્ણય કોરોનાનું સંક્રમણ નાથવા લીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી પાછલા 200 વર્ષની ફૂલડોલ ઉત્સવની ઉજવણી આ વર્ષે મોકૂફ કરી દીધી છે કે જેથી કરીને કોઈ ભીડ ભેગી ન થાય અને સંક્રમણને હવા ન મળે તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ નિર્ણય જનતાનાં હિતમાં લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here