Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા 500 સુધી...
Array

અમદાવાદ : સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા 500 સુધી પહોંચી

કોરોનાની બીજી લહેરમાં કેસ વધરતાં સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં સારવાર માટે આવતાં દર્દીઓની સંખ્યા 500 સુધી પહોંચી ગઈ હતી. કોરોનાના કેસ ઘટતાં જૂનમાં ઓપીડીમાં બમણો વધારો થયો હતો. જો કે આ આંકડો વધીને હવે 2500થી 3 હજાર સુધી પહોંચી ગયો છે. 1 મહિનામાં વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં 1 હજારથી 1500 દર્દીનો વધારો થયો હોવાનું હોસ્પિટલ જણાવે છે.

ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો
ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો

સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીમાં આવી જ સ્થિતિ છે

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદી જણાવે છે કે, એક સમયે ઓપીડીમાં સારવાર માટે આવતા લોકોની સંખ્યા ઘટીને 500 સુધી પહોંચી ગઈ હતી. ઓપીડીમાં વિવિધ રોગ ઉપરાંત હાલમાં પ્રવર્તતી ડબલ સીઝનને કારણે શરદી-તાવ અને ખાંસી જેવા વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. કોરોનાના ઈન્ફેક્શનના ભયે ઓપીડીમાં હાડકા અને ચામડીને લગતા રોગના દર્દીઓ આવવાનું ટાળતા હતાં. જો કે હવે 30થી 40 ટકા ઓર્થોપેડિક, ગાયનેક અને ચામડીના રોગોની સારવાર માટે આવે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ઓપીડીમાં આવી જ સ્થિતિ છે.

કોરોના કાળમાં ઓપીડીમાં બહુ ઓછા લોકો આવતા હતાં પણ હવે બમણો વધારો થયો
કોરોના કાળમાં ઓપીડીમાં બહુ ઓછા લોકો આવતા હતાં પણ હવે બમણો વધારો થયો

વાઈરલ ઇન્ફેકશનના રોજના 25 કેસ, 3 દાખલ કરવા પડે છે

હોસ્પિટલની ઓપીડીમાં પહેલાં વાઈરલ ઇન્ફેકશનના રોજના 2થી 3 કેસ જોવા મળતાં હતા, પણ ડબલ સીઝનને કારણે હવે ઓપીડીમાં રોજના 25 લોકો શરદી, ખાંસી અને તાવની સારવાર માટે આવે છે, જેમાંથી 2થી 3 લોકોને ઇન્ડોર દર્દી તરીકે દાખલ કરવામાં આવે છે.

ચોમાસાની સાથે પાણીજન્ય રોગચાળો વકર્યો

ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડતા જ અનેક રોગચાળા વકરતો હોય છે. અમદાવાદમાં પાણીજન્ય રોગોનો વધારો થયો છે. તેમાં પણ ઝાડા ઉલટી અને કમળાના કેસો વધ્યા છે. ચાલુ મહિનામાં 24 જુલાઈ સુધી શહેરમાં ઝાડા ઉલ્ટીના 529 કેસો, કમળાના 125 કેસો, ટાઇફોઇડના 114 કેસો અને કોલેરાના 80 કેસો નોંધાયા છે.ગત અઠવાડિયે કરેલા સર્વેમાં અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટાયફોડ અને ઝાડા ઉલ્ટીના કેસો વધુ મળી આવ્યા હતા. જે વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.

અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે
અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે

સાદા મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસ ઓછા

મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સાદા મેલેરિયાના કેસો અને ડેન્ગ્યૂના કેસો ઓછા છે. 88 કેસો સાદા મેલેરિયા અને ઝેરી મેલેરિયાના 5 કેસો છે. ડેન્ગ્યુના 45 કેસ ચિકનગુનિયાના 16 કેસો નોધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments