અમદાવાદઃ ગુજરાત સરકારમાં આગામી વર્ષોમા મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને સનદી અધિકારીઓ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. જેને કારણે મોટા ભાગની જગ્યાઓ ખાલી પડશે. ગુજરાત સરકારે આગામી દિવસોમાં IAS કેડરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ, સરકારમાં છેલ્લા 8 વર્ષથી ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતા અને 56 વર્ષથી નીચેની વયે ધરાવતા હોય એવા અધિકારીઓની IAS કેડરમાં સમાવવામાં આવશે. આ અધિકારીઓની ઉંમર 1 જાન્યુઆરી 2018ના રોજ 56 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. જેમાં નિયત ફોર્મ ભરાવીને ગ્રેડ આપવામાં આવશે, જેના આધારે GAS અને જીપીએસ જેવી પોસ્ટ સિવાયના વિભાગના અધિકારીઓને સનદી અધિકારી તરીકે નિમણૂંક આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીઓ IAS બની શકશે
ગુજરાત સરકારમાં છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા ક્લાસ વન અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં નિમણૂંક મળી શકે છે. જેને લઈ સરકાર દ્વારા ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક જુલાઇ 2019 સુધીમાં તમામને પોતાના નિયત સમયમાં ફોર્મ અને વિગત મોકલી આપવાના રહેશે.આ પ્રક્રિયામાં ક્લાસ વન અધિકારીઓને સીઆર રેકોર્ડ પણ ચકાસમાં આવશે. જેના આધારે તેમને ગ્રેડ આપવમાં આવશે. આ ગ્રેડ 10 માર્ક સુધી આપવમાં આવશે.
ગ્રેડ આપી નિમણૂંક પ્રક્રિયા
આ અધિકારીઓને ગ્રેડ સિસ્ટમમાં આઉટ સ્ટેન્ડીંગ પર્ફોર્મન્સ માટે 10 માર્ક, વેરીગૂડ વર્કના 8 માર્ક, ગૂડવર્કના 6 માર્ક અને એવરેજ માટે શૂન્ય માર્ક આપવામાં આવશે.આ સમગ્ર પ્રક્રિયાના અંતે સુનિશ્ચત કરાયેલા ક્લાસ વન અધિકારીઓને સરાકારી નિયમ પ્રમાણે નિમણૂંક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ સંદર્ભે વિવિધ ખાતાના ક્લાસ વન અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આ અધિકારીઓને આઇએએસ કેડરમાં નિમણૂંક મળે તો સરકારમાં આગામી સમયમાં ખાલી પડતી જગ્યામાં ગુજરાતના જ અધિકારીઓને નિમણૂંક મળી શકે છે. જેને કારણે ગુજરાત સરકારને સીધી કે આડકતરી રૂપે રાહત મળી શકે તેમ માનવામાં આવી રહ્યુ છે.