Wednesday, November 29, 2023
Homeઅમદાવાદ :કોર્પોરેટરો પ્રજાના પૈસા કરશે જલસા! મનપાએ કર્યું ટૂરનું આયોજન
Array

અમદાવાદ :કોર્પોરેટરો પ્રજાના પૈસા કરશે જલસા! મનપાએ કર્યું ટૂરનું આયોજન

- Advertisement -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 192 કોર્પોરેટરો ટૂર પર જશે. કોર્પોરેશનની અંદર સત્તાધારી પક્ષ અને વિપક્ષ એકબીજા પર સતત આક્ષેપો કરતાં હોય છે ત્યારે જ્યારે ટૂર પર જવાને લઇને થઇ રહેલા આયોજન વચ્ચે પ્રજામાં આ વાતને લઇને પ્રશ્નનો ઉભો થઇ રહ્યો છે કે એકબીજા પર આક્ષેપો કરતાં કોર્પોરેટરો ટૂર પર જશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરો માટે દેશના વિવિધ શહેરોમાં ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક કોર્પોરેટર માટે અંદાજે 35 હજાર સુધીનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇમ્બતૂર, ડેલહાઉસી, શિમલાના ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે અન્ય શહેરોમાં ચંદીગઢ, મુંબઇ, લોનાવાલા અને તમિલનાડુના શહેરમાં પણ મનપાના કોર્પોરેટર જશે.  અમદાવાદના કોર્પોરેટર પ્રજાના પૈસા જલસા કરવા ટૂર પર જશે. અમદાવાદ મનપાની બેઠકમાં એક બીજા પર આક્ષેપો કરતા એક બીજાનો વિરોધ કરતા કોર્પોરેટરો હવે પ્રજાના પૈસે તાગડધિન્ના કરવા ટૂર પર જશે.

કુલ 192 કોર્પોરેટરો મોજીલી સફર કરવા દેશના વિવિધ રાજ્યોમાં આવેલા અલગ અલગ આઠ પ્રવાસ મથકો પર જવાના છે. જેનો વિમાની પ્રવાસ સહિતનો કાર્યક્રમ ગોઠવાઈ ચૂક્યો છે. કોર્પારેટરો કોઈમ્બતૂર, ડેલહાઉસી, શિમલા, ચંડીગઢ, મુંબઈ લોનાવાલા અને તામિલનાડુના પ્રવાસે જશે.

જેમાં એક કોર્પારેટર દીઠ રૂ.૩૫ હજારનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેમાં વિમાની પ્રવાસ, ફાઈવસ્ટાર કે થ્રી સ્ટાર હોટેલમાં ઉતારો અને જે તે શહેરના રમણીય સ્થળોના પ્રવાસના ખર્ચનો સમાવેશ થાય છે. એટલે કે એક મનપા કોર્પારેટર દીઠ રૂ.૩૫ હજાર લેખે ૧૯૨ કોર્પાપરેટરોના રૂ.૬૭ લાખ ૨૦ હજારનો ખર્ચ થવા જશે.  આ રૂ.૬૭ લાખ ૨૦ હજારના ખર્ચની મંજૂરી ન તો મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવી છે કે ન તો મ્યુનિ. જનરલ બોર્ડમાં દરખાસ્ત રજૂ કરીને લેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular