ભાવનગર: ભાવનગર શહેરમાં ગુરૂવારે નીકળનાર ભગવાન જગન્નાથજીની 34 મી રથયાત્રાનો 17.5 કી.મી.લાંબો રૂટ છે.આ રૂટને-7 સેકટરમાં વહેંચી પુરતો પોલીસ બંદોબસ્ત રાખી રથયાત્રા શાંતિ પુર્ણ અને નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટેની તમામ તકેદારીઓ નાયબ પોલીસ મહાનીરીક્ષક ભાવનગરની સુચનાથી ભાવનગર પોલીસ વિભાગ દ્વારા લેવાયેલ છે.જેમાં ભાવનગર ઉપરાંત અન્ય 12 જિલ્લાની પોલીસ બંદોબસ્તમાં જોડાનાર છે. જેમાં રાજકોટ,જુનાગઢ,જામનગર,દ્વારકા,સોમનાથ, સુરેન્દ્રનગર,અમરેલી,બોટાદ સહીતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમ એસ.પી.જયપાલસીંગ રાઠોરે જણાવ્યું હતુ.તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે રથયાત્રાના રૂટ પર 16 ડીવચાયએસપી હશે જે દરેક ડીવાયએસપી સાથે બેબે ગેસ ગનમેન સાથે રહેશે.તેમ પણ જણાવ્યું હતુ.
વિશેષ ડ્રોન કેમેરો ફાળવાયો
રથયાત્રાના રૂટ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે તે ઉપરાંત ખાસ ડી.જી.ઓફિસેથી ફાળવવામાં આવેલ ડ્રોન કેમેરાથી આખી રથયાત્રાના રૂટ પર બાજ નજર રાખવામાં આવશે.ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં વધુ ધ્યાન રખાશે.
ખોટા મેસેજ કરનારને થશે સજા
રથયાત્રા દરમિયાન ખાસ કરીને સોશ્યલ મીડીયા પર ખોટા મેસેજ વાયરલ કરનાર પર પણ પોલીસ ચાંપતી નજર રાખશે.સાયબર ક્રાઇમ સેલ દ્વારા ખાસ વોચ સોશ્યલ મીડીયા પર રખાશે. અને જો કોઇ અફવા ફેલાવશે તો તેના પર પોલીસ કડક કાર્યવાહી કરશે. અને તેવા તત્વો સામે સજાની પણ જોગવાઇ છે.