અમદાવાદ: કોચરબ આશ્રમ ખાતે યાત્રામાં આવેલ લોકોએ ભોજન લઈને વિશ્રામ કર્યો

0
5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપીને શરૂ કરાયેલ દાંડી યાત્રા સાંજે નારોલ સર્કલ પહોંચીને ત્યાંથી પોલીસ બેન્ડ સાથે આગળ જવા રવાના થઈ હતી. જેમાં કોરોનામાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પરિવારજનો, કેન્દ્રિય મંત્રી સહિત અનેક લોકો જોડાયા હતા. આ પહેલા કોચરબ આશ્રમ ખાતે યાત્રામાં આવેલ લોકોએ ભોજન લઈને વિશ્રામ કર્યો હતો. ગરમી અને તડકાને કારણે યાત્રામાં આવનાર લોકો માટે પાણી અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમુક અંતર પર પાણી અને છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ચાલવામાં લોકોને એનર્જી મળી રહે. દાંડી યાત્રાને કારણે રોડ પર બેરિકેડ બાંધીને ચાલવા માટે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેથી યાત્રિકો તેમાં જ ચાલી રહ્યા છે અને વાહન વ્યવહાર પર અટકતો નથી. સાથે જ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

સવારે સાબરમતી ગાંધી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રા દાંડીપુલ, વાડજ સર્કલથી ગૂજરાત વિદ્યાપીઠ પહોંચી હતી, જ્યાં યાત્રાનું સ્વાગત કરાયું હતું. દાંડીયાત્રાનો ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હતો. પદયાત્રીઓએ અહીંથી આગળ વધી અને પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે પહોંચી હતી. અહીં બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી NID થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધી હતી.

 • દાંડીયાત્રા સાંજે 4.37 કલાકે નારોલ સર્કલ ખાતે પહોંચી હતી.
 • કોચરબ આશ્રમથી દાંડી યાત્રા નીકળી હવે બહેરામપુરા થઈને નારોલ અને ત્યાંથી અસલાલી પહોંચશે.
 • અસલાલી રાત રોકાઈને યાત્રા વહેલી સવારે ખેડા-માતર રોડ પર આગળ વધશે.
 • દાંડીયાત્રા કોચરબ આશ્રમ ખાતે પહોંચી હતી, જ્યાં પદયાત્રીઓને મિક્સ સબ્જી, મગ, છાસ, રોટલી, દાળ-ભાતનું જમણ કરાવાયું.
 • કેન્દ્રીય મંત્રી પણ યાત્રીકો સાથે જમ્યા અને તેમની સાથે આગળ વધ્યા​.​​​​​​ દાંડીયાત્રામાં એક મેડિકલ વાન પણ રાખવામાં આવી છે.
 • સાથે મોટો પોલીસકાફલો પણ યાત્રામાં સુરક્ષા માટે રાખવામાં આવ્યો છે.
 • દાંડીયાત્રા ઇન્કમટેક્સથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ચાર રસ્તા પહોંચી.
 • પદયાત્રીઓની સાથે પીવાના પાણીની ગાડીઓ પણ રાખવામાં આવી છે.
યાત્રિકોની સાથે પાણીની ગાડીની તસવીર.
યાત્રિકોની સાથે પાણીની ગાડીની તસવીર.
 • ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ગાંધીજી અમર રહો. વંદેમાતરમ, ભારત માતા કી જયના નારા લગાવ્યા.
 • દાંડીયાત્રા ગૂજરાત વિદ્યાપીઠ ખાતે પહોંચી.
 • યાત્રિકોને સૂતરની આંટી પહેરાવીને વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું હતું
 • આગળ પોલીસનો કાફલો અને પાછળ પદયાત્રીઓ ચાલીને આવી રહ્યા છે.
 • મધ્યપ્રદેશથી આવેલા ડોકટર યાત્રામાં જોડાયા હતા.
પદયાત્રીઓનું સ્વાગત કરી રહેલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ.
પદયાત્રીઓનું સ્વાગત કરી રહેલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ.

આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમની ગૂજરાત વિદ્યાપીઠમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ હાજર રહ્યા હતા. હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમને પણ ગૃહમંત્રી અને વિદ્યાર્થીઓએ લાઈવ નિહાળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here