અમદાવાદ : શાસકોએ SVP હોસ્પિટલમાં કોરોના વેક્સિન લીધી

0
9

કોરોનાના કેસો અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે. જેની વચ્ચે કોર્પોરેશન દ્વારા વેક્સિન આપવાની પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી 1 એપ્રિલથી 45 વર્ષની ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવામા આવશે. ત્યારે આજે સવારે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મ્યુનિ. ભાજપના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂતે એલિસબ્રિજ ખાતે આવેલી SVP હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી.

શહેરના શાસકોએ વેક્સિન લેવા અપીલ કરી

સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે થલતેજ ખાતે પોતાના વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લીધી હતી. કોરોના વેક્સિન લીધા બાદ મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે તમામ શહેરીજનોને કોરોનાં વેકસીન લેવા માટે અપીલ કરી હતી. ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ મહિલાઓને પણ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને લોકોએ ગભરાવવાની જરૂર નથી.

અમદાવાદના શાસકોએ કોરોનાની વેક્સિન લીધી

અમદાવાદના શાસકોએ કોરોનાની વેક્સિન લીધી

90 વર્ષના દંપત્તિએ પણ વેક્સિન લીધી

અનેક વરિષ્ઠ નાગરિકો હજુ પણ સામે ચાલીને રસી મૂકાવવા આગળ આવી રહ્યા નથી. ત્યારે તાજેતરમાં જ 90 વર્ષ વટાવી ચૂકેલા એક દંપતિએ અમદાવાદની આરના હોસ્પિટલમાં કોવિડની રસી મૂકાવીને દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. 94 વર્ષીય હરિદાસભાઈ ગણાત્રા અને 91 વર્ષીય મંજુલાબેને ગણાત્રા પાલડી ખાતે એકલા રહે છે અને તેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે. મંજુલાબેન તો વ્હીલચેર પરથી ઊભા પણ થઈ શકતા નથી. આ દંપતિ મોટાભાગે ઘરમાં જ રહે છે અને બહાર નીકળવાનું ટાળે છે છતાં એક જવાબદાર નાગરિક તરીકે તેમણે રસી મૂકાવીને બીજા લોકોને પ્રેરણા પૂરી પાડી છે.

90 વર્ષ વટાવી ચૂકેલા એક દંપતિએ કોરોનાની વેક્સિન લીધી

90 વર્ષ વટાવી ચૂકેલા એક દંપતિએ કોરોનાની વેક્સિન લીધી

ગંભીર બીમારી સહિતના વધુ વયના લોકોને વેક્સિન અપાઈ

અત્યાર સુધી 38 લાખ 64 હજાર 161 લોકોને પ્રથમ ડોઝ અને 6 લાખ 21 હજાર 158 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 44 લાખ 85 હજાર 319નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ 1 લાખ 78 હજાર 796 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

તમામ સરકારી કર્મચારીઓને વેક્સિન અપાશે

રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેમાં કોઈ પણ કર્મચારીની વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં હજુ એક અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થશે, બાદમાં ઘટાડો થાય તેવી ધારણાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here