Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ : ખંડણીના ફોનને હળવાશથી લેનાર નારોલના મૂર્તિકાર પર 3 શખ્સોએ ફાયરિંગ...
Array

અમદાવાદ : ખંડણીના ફોનને હળવાશથી લેનાર નારોલના મૂર્તિકાર પર 3 શખ્સોએ ફાયરિંગ કર્યું

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ભય રહ્યો જ નથી. શહેરમાં નારોલ વિસ્તારમાં મૂર્તિ બનાવવાનું કામ કરતાં વ્યક્તિને કોઈ ગબ્બર નામના વ્યક્તિએ ફોન કરીને પાંચ લાખની ખંડણી માંગી હતી. મૂર્તિકારે ફોનમાં કોઈ મજાક કરતું હશે એમ વાતને હળવાશથી લીધી હતી. પરંતુ જ્ચારે તેઓ પોતાના કારીગર સાથે કારખાને જઈ રહ્યાં હતાં ત્યારે તેમની પર બાઈક સવારે ફાયરિંગ કર્યું હતું. જેમાં મૂર્તિકારને સામાન્ય ઈજા પહોંચી હતી.

ગબ્બર નામના વ્યક્તિએ પાંચ લાખની ખંડણી માંગી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના નારોલમાં રવિવારે ફાયરિંગની ઘટના બની હતી. નારોલમાં રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા 55 વર્ષિય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ પહેલાં એક ફોન આવ્યો હતો. આ ફોનમાં ગબ્બર નામના વ્યક્તિએ તેમની પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પહેલાં તો મૂર્તિકાર આ નનામાં ફોનને લઈને કોઈ દ્વારા કરવામાં આવેલી રમૂજ સમજી બેઠા હતાં. પરંતુ જ્યારે તેમને ફોન પર ધમકી મળી ત્યારે તેઓ ચકિત થઈ ગયાં હતાં. 23 તારીખે મળેલી ધમકી બાદ તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

મૂર્તિકારે ફોનને પહેલાં તો હળવાશથી લીધો હતો

મૂર્તિકારે જ્યારે ફોન પર ખંડણી માંગનારનું નામ પૂછ્યું ત્યારે સામેથી ગબ્બર નામ જાણવા મળ્યું હતું. મૂર્તિકારને પહેલાં તો એમ હતું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું છે. પરંતુ રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ કારીગર સાથે કારખાના પર હાજર હતાં તે દરમિયાન ત્રણ બાઈક સવારો આવે છે અને તેમાના એક વ્યક્તિએ બાઈક પરથી ઉતરીને મૂર્તિકાર પર ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયાં હતાં.

ફોન પર ધમકી મળ્યા બાદ મૂર્તિકારે ફરિયાદ કરી
ફોન પર ધમકી મળ્યા બાદ મૂર્તિકારે ફરિયાદ કરી

ઘટના કારખાનાની બહાર લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ

આ સમગ્ર ઘટના કારખાનાની બહાર લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે. જ્યારે આ બનાવ બન્યો હતો તે સમયે મૂર્તિકાર સહિત પાંચ લોકો મુર્તિ બનાવવાનું કામ કરી રહ્યાં હતાં. ફાયરિંગમાં મૂર્તિકારને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમણે બનાવેલી મૂર્તિઓ પણ ખંડિત થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments