Tuesday, September 21, 2021
Homeગાંધીનગર : ઉદેપુર રોડ ઉપર આવેલ ૩૦ ફુટ ઉંડા તળાવમા ગાડી ખાબકતા...
Array

ગાંધીનગર : ઉદેપુર રોડ ઉપર આવેલ ૩૦ ફુટ ઉંડા તળાવમા ગાડી ખાબકતા અમદાવાદ ના 3 યુવકો ના મોત

ગાંધીનગર જિલ્લાના સોનારડા ગામના બે યુવકો અને નરોડાનો એક યુવક રાજસ્થાન ઉદેપુરમા ફરવા ગયા હતા ત્યારે ઔડા તળાવમા કાર ખાબકતા ત્રણના મોત.

ગાંધીનગર જિલ્લાના સોનારડા ગામના બે યુવકો અને નરોડાનો એક યુવક આ ત્રણેય મીત્રો રવીવારની રાત્રે ફરવા માટે કુભલગઢ જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના અંધકારમા મારૂતી ગાડી ફુલ સ્પીડમા વળાંક લેતા અચાનક તળાવમા ગરકાવ થઈ જતા ત્રણના મોત.

ગાંધીનગર જિલ્લાના સોનારડા અને નરોડાનો એક યુવક રાજસ્થાન ઉદેપુર કુભલગઢ ફરવા માટે પોતાની મારૂતી લઈને જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના કેલવાડા થાના ક્ષેત્રમા ઉદેપુર રોડની બાજુમા ૩૦ ફુટ ઉંડુ ઔડા તળાવ આવેલુ હતુ એમા આ મારૂતી ગાડી પુર ઝડપે જઈ રહી હતી ત્યારે આ યુવકોને ખબર ન હતી કે અહીયા વળાંક હશે ત્યારે અચાનક આ મારૂતી ગાડી ૩૦ ફુટ ઉંડુ ઔડા તળાવ આવેલુ હતુ તેમા પડી જતા આ ત્રણેય યુવકોના મોત થવા પામ્યા હતા. આ ત્રણેય યુવકોમા એકનુ નામ રોનક છે. બીજાનુ નામ નીલેશ પટેલ અને ત્રીજાનુ નામ મંથન છે.

આ ત્રણમાંથી બે યુવકો સોનારડાના રહીશ છે અને યુવક નરોડાનો હોવાની માહિતી સાંપડી છે. આમ પરીવારજનોએ આ યુવકોના મોબાઈલ ઉપર ફોન કરતા આ ફોન કોઈએ નહી ઉઠાવતા  પરીવારજનો પણ ભારે ચીંતામા ગરકાવ થઈ ગયા હતા.   ત્યારે પરીવારજનોએ બીજા દીવસે માહિતી મળવા પામી હતી કે આ ત્રણેય યુવકો ઉદેપુરના રોડ ઉપર આવેલ ૩૦ ફુટ ઉંડુ ઔડા તળાવમા પુર ઝડપે મારૂતી લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાડી આ તળાવમા ગરકાવ થઈ જતા આ ત્રણેય યુવકો તળાવમા પડતા તેમાંથી બે યુવકોની લાશ રાત્રે બહાર કાઢવામા આવી હતી અને ત્રીજી લાશ નીકળી શકી નથી તેવી માહિતી મળવા પામી છે. નીલેશ અને મંથનની લાશ મળવા પામી છે અને રોનકની લાશ હજી મળવા પામી નથી તેથી પરીવારજનોને આ બનાવ બનવાથી ભારે ચીંતામા ગરકાવ થઈ ગયા છે.

 

  • આ ત્રણેય મીત્રો રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે આ બનાવ બનવા પામ્યો છે
  • આ ત્રણ યુવકોમાંથી બે યુવકોની લાશ મળવા પામી છે હજી રોનકની લાશ મળી નથી
  • પુર ઝડપે ગાડી લઈને જતા એકદમ વળાંકમા ટન મારતા આ ગાડી સીધી જ ૩૦ ફુટ ઉંડા તળાવમા પડી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments