રાહુલ ગાંધી : આજે અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે

0
17

કોંગ્રેસનાં ભુતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે માનહાનિ કેસમાં હાજરી આપવા માટે અમદાવાદ આવી રહ્યા છે. સવારે 11 વાગે તેઓ એરપોર્ટ પર આવી પહોચશે. રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં આપશે હાજરી આપશે. ગઈકાલે સુરતમાં પણ તે મોદી અટક માટે ટીપ્પણી કરવા બાબતે થયેલા કેસનું સમન્સ બજવવા હાજર રહ્યા હતા.

તેમની સામે અમિત શાહ વિરુદ્ધ જબલપુરમાં જાહેર સભામાં ટિપ્પણી કરવા બાબતે ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે ફરિયાદ કરી હતી. રાહુલ સામે બીજી ફરિયાદ ADC બેંક સામેના નિવેદનની છે. નોટબંધી સમયે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેમાં અમિત શાહ અને ADC બેંક વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. ખોટી રીતે 745 કરોડ બદલાયાનો આક્ષેપ કર્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ સર્કલ પર NSUIના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાશે. ડફનાળા નજીક યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખાનપુર પાસે મુસ્લિમ અગ્રણીઓ તથા રૂપાલી સિનેમા નજીક મહિલા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે.

કોરટમાં હાજરી આપીને બપોરે દોઢ વાગે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરશે. આ બેઠકમાં પેટા ચૂંટણીમાં સંગઠિત થઇ લડવા પર ભાર મુકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here