Monday, September 20, 2021
Homeઅમદાવાદ : વેપારી તેમજ શાકભાજી અને લારી- ગલ્લાવાળા તમામ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો...
Array

અમદાવાદ : વેપારી તેમજ શાકભાજી અને લારી- ગલ્લાવાળા તમામ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો

અમદાવાદ પૂર્વમાં આવેલા વિવેકાનંદનગર હાથીજણ તેમજ આસપાસના વિસ્તારમાં વેપારી તેમજ શાકભાજી અને લારી- ગલ્લાવાળા તમામ લોકોએ ફરીથી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. આ વિસ્તારોમાં આગામી 30 એપ્રિલે એટલે કે 10 દિવસનું આંશિક લોકાડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે, આંશિક લોકડાઉન દરમિયાન બપોર બાદ 4 વાગ્યાથી તમામ બજારો અને દુકાન બંધ રહેશે.

વેપારીઓ સાથે પોલીસે બેઠક યોજી સલાહ-સૂચનની આપ-લે કરી
વિવેકાનંદનગર, હાથીજણ અને આસપાસના વિસ્તારમાં 10 દિવસનું સફળ આંશિક લોકડાઉનને સામાજિક આગેવાન, વેપારીઓ, શાકભાજી, લારી ગલ્લા વાળા તેમજ અન્ય તમામ લોકો દ્વારા સાથ આપી પાલન કરવામાં આવ્યું હતું. ત્યારે 10 દિવસનું આંશિક લોકડાઉન પૂર્ણ થતાં વિવેકાનંદનગર પોલીસે વેપારીઓ તથા તમામ આગેવાનો સાથે ફરીથી મિટિંગ કરી આગળના નિર્ણય માટે સલાહ સૂચન પણ લેવામાં આવ્યા હતા.

10 દિવસનું આંશિક લોકડાઉન સફળ રહેતા ફરી બેઠક મળી હતી
10 દિવસનું આંશિક લોકડાઉન સફળ રહેતા ફરી બેઠક મળી હતી

SOPનું પાલન કરવા કહેવાયું
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વાય. બી. ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ સાથે મિટિંગ કરી વેપારીઓને કોરોનાની બીજી લહેર જે ખૂબ જ ગંભીર છે તેવી પરિસ્થિતિમાં તમામને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર રાખી સરકારની એસ.ઓ.પીનું ખાસ પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું.

પોલીસ, વેપારીઓ તથા સામાજીક આગેવાનોની બેઠકમાં આંશિક લોકડાઉન પર સહમત થયા
પોલીસ, વેપારીઓ તથા સામાજીક આગેવાનોની બેઠકમાં આંશિક લોકડાઉન પર સહમત થયા

સર્વાનૂમતે આંશિક લોકડાઉનનો નિર્ણય
10 દિવસ પૂર્ણ થતાં ફરીથી તમામ વેપારી તેમજ સામાજિક આગેવાન અને શાકભાજી, સલૂન શોપ, લારી ગલ્લાવાળા તમામ વેપારી ફરી એક વાર સર્વાનુમતે લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments