Saturday, September 25, 2021
Homeઅમદાવાદ : કોટ વિસ્તારમાં બે દિવસ પાણીનો કાપ
Array

અમદાવાદ : કોટ વિસ્તારમાં બે દિવસ પાણીનો કાપ

 

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આજે અને આવતીકાલે પાણીકાપ રહેવાનો છે. દૂધેશ્વર વોટર વર્ક્સમાં નવી પાણીની ટાંકીના જોડાણને કારણે મધ્ય ઝોનમાં બે દિવસ પાણી બંધ રહેશે જેથી શાહીબાગ, શાહપુર, ખાડિયા, પ્રેમદરવાજા, અસારવા, લાલ દરવાજા, ચમનપુરા સહિતના વિસ્તારોમાં રહેતા લોકોને પાણી મળશે નહીં. જો કે આજે પાણી કાપ પહેલા આ વિસ્તારમાં આવેલી વોટર ડિસ્ટ્રિબ્યુનની ટાંકીઓ ભરી લેવાઈ છે.

પ્રતિકાત્મક તસવીર

મધ્યઝોનમાં આવેલા વિસ્તારમાં બે દિવસ પાણી નહીં મળે

અમદાવાદના કોટ વિસ્તારમાં એટલે કે મધ્યઝોનમાં ઓછું પ્રેશર અને ઓછું પાણી મળવાની અવારનવાર ફરીયાદ મળી હતી જેથી આ વિસ્તારમાં દુધેશ્વર વોટર વર્ક્સમાં 45 લાખ લીટરની નવી ઓવરહેડ પાણીની ટાંકી નાખવામાં આવી છે. જેનું આજે જોડાણની કામગીરી કરવામાં આવનાર છે. આજે એક જ દિવસમાં લગભગ જોડાણનું કામ પૂરું થઈ જશે. જો કે પ્રેશર, લીકેજ સહિતના ટેસ્ટીગના કારણે બીજા દિવસે પણ ચેક કરી અને પુરવઠો છોડવામાં આવશે. મધ્યઝોનમાં આવેલા વિસ્તારમાં બે દિવસ પાણી પુરવઠો મળશે નહીં. જેથી આ વિસ્તારમાં રહીશોને પાણી વગર રહેવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments