Wednesday, September 22, 2021
Homeઅમદાવાદ : માત્ર 108ને એન્ટ્રી અપાતા રિક્ષામાં લાવેલા બે દર્દીનું હોસ્પિટલ બહાર...
Array

અમદાવાદ : માત્ર 108ને એન્ટ્રી અપાતા રિક્ષામાં લાવેલા બે દર્દીનું હોસ્પિટલ બહાર જ મોત

GMDC કન્વેશન હોલમાં શરૂ થયેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલ આજે રવિવારથી શરૂ તો કરવામાં આવી હતી. પરંતુ 108 એમ્બ્યુલન્સ મારફતે જ દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. 108 અત્યારે 4 કલાક સુધી આવતી નથી ત્યારે ખાનગી વાહનોમાં દર્દીઓને લઈ દાખલ કરવા લોકો ધનવંતરી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. રિક્ષામાં એક વૃદ્ધાને લઈ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા પરંતુ રિક્ષામાં લાવ્યા હોવાથી તેમને દાખલ કર્યા ન હતા અને વૃદ્ધાનું હોસ્પિટલ બહાર રિક્ષામાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ જ રીતે રિક્ષામાં અન્ય એક દર્દીને લાવ્યા હતા તેમનું પણ મોત થયું હતું. જોકે આ બંને દર્દીઓ મામલે સરકારે કે હોસ્પિટલ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામા આવી નથી..

ખાનગી વાહનમાં આવતા દર્દીને દાખલ કરતા નથી
આ મામલે DRDO કે સરકાર તરફથી સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ખાનગી વાહનો કે રિક્ષામાં લઈને આવતાં દર્દીઓને ધનવંતરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા નથી. આવા દર્દીઓ સીધા અંદર ન જાય તેની માટે હોસ્પિટલની બહાર ગેટ પર મોટો પોલીસ બંદોબસ્ત અને બેરીકેડ મારી દેવામાં આવ્યા છે.

સવારથી લોકો પૂછપરછ માટે આવતા પોલીસ ખડકી દેવામાં આવી હતી
સવારથી લોકો પૂછપરછ માટે આવતા પોલીસ ખડકી દેવામાં આવી હતી

ગઈકાલે હોસ્પિ.શરૂ ન થતા દર્દીઓ પરત ગયા હતા
શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 24 એપ્રિલના રોજ હોસ્પિટલ શરૂ થવાની છે તેવી જાણકારી લોકોને મળતાં શનિવાર સવારથી જ ખાનગી વાહનો અને રિક્ષામાં કોરોના પોઝિટિવ દર્દીઓ GMDC ખાતે હોસ્પિટલની બહાર પહોંચી ગયા હતા. જો કે હોસ્પિટલ શરૂ ન થતા તેઓએ પરત ગયા હતા.

હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની લાઈનો લાગી
હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની લાઈનો લાગી

સવારથી હોસ્પિટલ બહાર પોલીસ બંદોબસ્ત
શનિવારે હોસ્પિટલ શરૂ થવાની જાહેરાત થઈ હતી જેથી સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકો દાખલ થવા માટે પૂછપરછ કરવા આવ્યા હતા. જો કે કામ હજી બાકી છે અને 108 મારફતે જ દાખલ કરવામાં આવશે તેમ કહી દર્દીઓ અને પૂછપરછ કરવા આવતા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. સવારથી લોકો પૂછપરછ માટે આવતા પોલીસ ખડકી દેવામાં આવી હતી. ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા અને લોકોને ગેટ પરથી જ રવાના કરી દીધા હતા.

દર્દીને 108 મારફતે જ દાખલ કરવામા આવશે
દર્દીને 108 મારફતે જ દાખલ કરવામા આવશે

108માં ફોન કરીએ તો બે દિવસનું વેઈટિંગ
શનિવારે નરોડા વિસ્તારમાં રહેતા યુવકને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓને સામાન્ય લક્ષણ હતા પરંતુ હોસ્પિટલમાં દાખલ થવું પડે તેવી સ્થિતિ હતી. GMDC ખાતે હોસ્પિટલ શરૂ થવાની જાણ થતાં તેઓ રિક્ષામાં અહીંયા આવ્યા હતા. જો કે અહીંયા આવ્યા બાદ તેમને કહ્યું હતું કે આજથી હોસ્પિટલ શરૂ થઈ નથી.108 મારફતે જ દાખલ કરવામા આવશે. જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા કોરોના પોઝિટિવ દર્દી પોતે હાથમાં જાતે ફાઇલ લઈ અને હોસ્પિટલ દાખલ થવા માટે આવી ગયા હતા. 108માં બે દિવસથી ફોન કરે છે પરંતુ તેઓને વેઈટીંગમાં કહ્યું છે. શરદી ઉઘરસની તકલીફ પડતા તેઓ દાખલ થવા આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments