અમદાવાદ: ઠક્કરબાપાનગરમાં દુકાનમાં ઘૂસી અજાણ્યા શખસોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું

0
8

અમદાવાદમાં નવા વર્ષના પ્રારંભ વચ્ચે ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. મેઘાણીનગરમાં એક મિત્રના મિત્રની હત્યાનો બનાવ બન્યો છે. ત્યારે શહેરના ઠક્કરબાપાનગર ખાતે એક દુકાનમાં અજાણ્યા શખસોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી. ફાયરિંગ કરી રૂપિયાની લૂંટ કરીને લૂંટારા બાઈક પર ફરાર થઈ ગયા હતા. કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

જમીન પર ધડાધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને લૂંટ્યો

શહેરના ઠક્કરબાપાનગર પાસે આવેલી ગાયત્રી ટ્રેડર્સ દુકાને પાન મસાલાના વેપારીને હથિયાર બતાવીને ત્રણ અજાણ્યા શખશો 35 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હિંદીમાં વાત કરી કે, તેરે પાસ જીતના ભી માલ હે વો સબ દે દે કહીને જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ અને ડીસીપી સહીતનો પોલીસ કાફલો બનાવમાં સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ અંગે ડીસીપી ઝોન 4 રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ આવ્યા ત્યારે વેપારી રૂપિયા ગણતો હતો અને અજાણ્યા શખસો આવીને જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરીગ કર્યું હતું.હાલ આ બનાવ સંદર્ભે ગુનો નોંધવાનો પ્રક્રિયા હાથ ધરી છે.

વસ્ત્રાલમાં 31stની રાતે 6 રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવકની હત્યા

2020ની છેલ્લી રાતે અમદાવાદમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરી એક યુવકની હત્યા કરાઈ હતી. વસ્ત્રાલના કર્ણાવતી બંગ્લોઝ પાસેના રાધે ચેમ્બર્સમાં સિક્યોરિટી ઓફિસમાં ફાયરિંગ થતાં જસવંત રાજપૂત નામના યુવકનું મોત થયું હતું. આ મામલે રામોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બે આરોપીની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થઇ હોવાનું જાણવા સામે આવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here