અમદાવાદ : ક્રિકેટ પ્રેમીનો અનોખો રેકોર્ડ આધેડ ક્રિકેટ ફેન 1990થી 2014 સુધી એકપણ મેચ મોટેરા સ્ટેડિયમમાં જોવાનું ચુક્યા નથી

0
7
  • બાલકૃષ્ણ ગુપ્તાએ આગળના સમયમાં એકપણ મોટેરાની મેચ મિસ નહીં કરવાનો પ્રણ લીધો છે
  • પ્રેક્ષકોને ટિકિટ મેળવવા માટે મુશ્કેલીઓ થતી હોવાથી સ્ટેડિયમ પાસેથી પણ હવે 20 ફેબ્રુઆરીથી મેચની ટિકિટો મળશે

મોટેરા સ્ટેડિયમ એ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. જ્યાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા મહાનુભાવો પણ આવી ચૂક્યા છે, ત્યારે નવા સ્ટેડિયમમાં લાંબા સમય બાદ ફરીથી મેચ યોજાવા જઈ રહી છે. કોરોના મહામારી અને સ્ટેડિયમના સમારકામને કારણે અહીંયા મેચને નિહાળવા માટે દર્શકોએ ઘણો લાંબો ઇંતેઝાર કર્યો હતો. તેવામાં કોરોનાની ગાઈડલાઈન મુજબ મોટેરામાં યોજાનારી મેચમાં નિશ્ચિત સંખ્યાઓમાં દર્શકોને પણ મેચ નિહાળવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં દેશ વિદેશથી પણ અનેક ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા આવશે. ત્યારે અમદાવાદમાં એક આધેડ વયના ક્રિકેટપ્રેમી પણ મેચ જોવા માટે ટિકિટ લેવા આવ્યા હતા. જેમને 1990થી મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી તમામ મેચ નિહાળી છે.

બાલકૃષ્ણ ગુપ્તાએ છેલ્લી મેચ 2014માં ઇન્ડીયા-શ્રીલંકાની મોટેરા ખાતે નિહાળી હતી
બાલકૃષ્ણ ગુપ્તાએ છેલ્લી મેચ 2014માં ઇન્ડીયા-શ્રીલંકાની મોટેરા ખાતે નિહાળી હતી

ક્રિકેટનો પ્રેમ તો બાલકૃષ્ણ ગુપ્તા જેવો
બાલકૃષ્ણ ગુપ્તા નામના આધેડ ચાંદખેડા વિસ્તારમાં રહે છે. તેઓ મોટેરા સ્ટેડિયમ ખાતે પોતાના પુત્ર સાથે 24 ફેબ્રુઆરીએ યોજાનારી મેચની ટિકિટ લેવા માટે આવ્યા હતા, ત્યારે તેમને divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ 5 વર્ષ અગાઉ માણેક ચોક રહેતા હતા, ત્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે જેટલી પણ મેચો રમાઇ છે તે નિહાળી છે. તેમણે સૌથી પહેલી 1990માં ઇન્ડીયા-વેસ્ટ ઇન્ડીઝની મેચ જોઈ હતી અને છેલ્લી 2014માં ઇન્ડીયા-શ્રીલંકાની મેચ જોઈ હતી. ક્રિકેટના તે એટલા રસીયા છે કે, 1990થી 2014 સુધીની તમામ મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલી મેચો તેમણે જોઈ છે.

પહેલાની જેમ પરિવાર સાથે મેચને નિહાળીશઃ બાલકૃષ્ણ ગુપ્તા
આટલા બધા વર્ષો પછી ફરીથી મોટેરા સ્ટેડિયમ નવું તૈયાર થયું છે અને તેમાં ફરી ભારતની આંતરરાષ્ટ્રીય મેચ યોજાવવા જઈ રહી છે, જેનો બાલકૃષ્ણ ગુપ્તાએ ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ સ્ટેડિયમમાં પ્રથમ દિવસની મેચની ટિકિટ મળે તેવા જ પ્રયત્ન કરી રહ્યા છે. અહિંયા મોટેરા સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટ પણ યોજાવવા જઈ રહી છે, જે મેચને જોવાની તેમને ઘણી આતુરતા છે. આ વખતે પણ તેઓ પહેલાની જેમ પોતાના પરિવાર સાથે આ સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવશે અને તેમને ખાતરી આપતા કહ્યું હતું કે, પહેલાની જેમ હવે પણ તેઓ મોટેરામાં રમાનારી એક પણ મેચને જોવાની ચુકશે નહી.

તેમને ખાતરી આપી હતી કે, પહેલાની જેમ હવે પણ તેઓ મોટેરામાં રમાનારી એક પણ મેચને જોવાની તેઓ ચુકશે નહી.
તેમને ખાતરી આપી હતી કે, પહેલાની જેમ હવે પણ તેઓ મોટેરામાં રમાનારી એક પણ મેચને જોવાની તેઓ ચુકશે નહી.

સ્ટેડિયમ પાસેથી પણ મેચની ટિકિટો મળશે
અમદાવાદના આવા અનેક ક્રિકેટ રસિયાઓ મોટેરા સ્ટેડિયમ ખાતે મેચ જોવા માટે આતુર છે. જેના પરિણામે ઘણી બધી ટિકિટો bookmyshow પર પણ વેચાઈ ગઈ છે, પરંતુ ઘણા પ્રેક્ષકોને ટિકિટ મેળવવા માટે મુશ્કેલીઓ થતી હોવાથી સ્ટેડિયમ પાસેથી પણ હવે 20 ફેબ્રુઆરીથી મેચની ટિકિટ સરળતાથી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here