અમદાવાદ : સુવર્ણ મહોત્સવ અંતર્ગત વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિ સત્ર યોજાયું

0
3

અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રપ્રસાદ સ્વામી મહારાજને, મહામંડલેશ્વરો, મહંતો, મઠાધીશો, વિદ્વાન સંતો, ધર્માચાર્યો દ્વારા ચાદર અર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો હતો. તે ઉપરાંત સ્વામિનારાયણ મંદિર મણિનગરના 77મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિસુમન ગ્રંથનું લોકાર્પણ પણ કરાયું હતું
પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિસુમન ગ્રંથનું લોકાર્પણ પણ કરાયું હતું
મહામંડલેશ્વરો, મહંતો, મઠાધીશો, વિદ્વાન સંતો, ધર્માચાર્યો દ્વારા ચાદર અર્પણ કરાઇ હતી
મહામંડલેશ્વરો, મહંતો, મઠાધીશો, વિદ્વાન સંતો, ધર્માચાર્યો દ્વારા ચાદર અર્પણ કરાઇ હતી

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિસુમન ગ્રંથનું લોકાર્પણ
સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગત વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિ સત્ર યોજાયું તેમજ પ્રવર્તમાન સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજને પધારેલા મહામંડલેશ્વરો, મહંતો, મઠાધીશો, વિદ્વાન સંતો, ધર્માચાર્યો દ્વારા ચાદર અર્પણ કરાઇ હતી. પંચમ દિવસ જ્ઞાનસત્ર યજ્ઞમાં સ્વામિનારાયણ ભગવાનની દિવ્યવાણીરુપ સટીક વચનામૃત ગ્રંથ, અબજીબાપાની વાતોની પારાયણો, હરિજ્ઞાનામૃત કાવ્ય ગ્રંથની પારાયણ તથા નૂતન ગ્રંથ બ્રહ્મસૂત્રભાષ્યરત્નમ સંસ્કૃત ગ્રંથ, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સ્મૃતિસુમન ગ્રંથનું લોકાર્પણ પણ કરાયું હતું.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં
ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં
ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં

આટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે અક્ષરપુરુષોતમ સંસ્થા પૂજ્ય મહંત સ્વામીજી મહારાજના પ્રતિનિધિ અક્ષરવત્સલદાસજી સ્વામી, ભારત સાધુ સમાજ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, કુંભમેળાના કોષાધ્યક્ષ મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજ, અખિલ ભારત સાધુ સમાજ રાષ્ટ્રીય મહામંત્રી મહામંડલેશ્વર કેશવાનંદજી મહારાજ, ભારત સાધુ સમાજ ઝારખંડ પ્રદેશના અધ્યક્ષ મહામંડલેશ્વર મહંત ગૌરવાનંદ બ્રહ્મચારી મહારાજ, મહામંડલેશ્વર સ્વામી વિશ્વંભર ભારતીબાપુ, મહામંડલેશ્વર મહંતશીવરામદાસજી મહારાજ, નિર્વાણ પીઠાધીશ્વર રાજગુરુ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદજી મહારાજ, મહામંડલેશ્વર મહંત રામસ્વરૂપ પુરીજી મહારાજ, યોગાચાર્ય સ્વામીજી અખિલેશ મહારાજ હરિદ્વાર, મહંત મહાદેવ બાપુ, હાથીજણ, હવેલી મંદિર – ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજ, માઈ ધર્માચાર્ય હરિપ્રસાદ બાલેન્દુ, ભગવતી કેશવભવાની મહારાજ, કાશી ગૂર્જર વિદ્ઘવત્પરિષદ અધ્યક્ષ – શાસ્ત્રી અનિલભાઈ, હરિધામ સોખડા-હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રતિનિધિ યજ્ઞવલ્લભદાસજી સ્વામી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તથા પ્રસંગોરુપ ઉદ્બોધન કર્યું હતું. વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજ અને પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઇન દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here