Wednesday, January 19, 2022
Homeઅમદાવાદઅમદાવાદ : ઘોડાસર તળાવના ફરતે વોક-વેના પેવર બ્લોક ઉખડયા

અમદાવાદ : ઘોડાસર તળાવના ફરતે વોક-વેના પેવર બ્લોક ઉખડયા

શહેરના તળાવોના વિકાસની મસમોટી વાતો કરીને તેના રિડેવલપમેન્ટની જાહેરાતો કરવામાં આવે છે. ઉપરાંત ઘણી જગ્યાએ તળાવોનું રિડેવપમેન્ટ પણ કરાય છે, પરંતુ જાળવણીના અભાવે ઘણી જગ્યાએ તળાવોની આસપાસમાં જ ગંદકી અને અન્ય સાધનો તૂટી જવાના કારણે તળાવોની ખરાબ હાલતના લીધે ત્યાં કોઇ જવા માટે તૈયાર નથી. આવી જ કંઇક હાલત શહેરના ઘોડાસર કેનાલ પાસેના તળાવની છે. તળાવના ફરતે બનાવેલા વોક-વેના પેવર બ્લોક ઉખડી ગયા પણ તેનું સમારકામ કરવાની તસ્દી સુદ્ધા તંત્ર લેતું નથી. જ્યારે વર્ષો બાદ આજે પણ વટવાનું મહાલક્ષ્મી તળાવ વિકાસને ઝંખે છે.

શહેરના ઘોડાસર કેનાલ પાસે આવેલા તળાવનું રિડેવલપમેન્ટ કરીને તેને વિકાસના વાઘા પહેરાવાયા હતા, જેમાં તળાવના ફરતે વોક વે પર પેવર બ્લોક લગાવાયા હતા, પરંતુ જાળવણીના અભાવે પેવર બ્લોક અત્યારે ઉખડી ગયા છે. જેના લીધે ત્યાં મોનિંગ વોક માટે આવતા લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. એટલે તાકીદે આ તળાવની ફરતે વોક-વે ઉપરના પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.

બીજી તરફ વટવાના મહાલક્ષ્મી તળાવની વાત કરીએ તો વર્ષોથી આ તળાવનો વિકાસ કરવાની વાત થાય છે, પરંતુ તેનો અમલ થતો નથી. વિકાસના નામે તળાવને ફરતે માત્ર પાળી બનાવી દેવાઇ પરંતુ તળાવનું નવીનીકરણ કરાતું નથી. કુંભકર્ણની નિદ્રા માણી રહેલું મ્યુનિ.તંત્ર તળાવોની કામગીરી કરશે કે કેમ? તેવો સવાલ હાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular