અમદાવાદ : AMC દ્વારા બે દિવસનો પાણી કાપ, 5 ઝોનના સ્થાનિકો હેરાન-પરેશાન, ટેન્કરો દોડાવવા પડ્યાં

0
23

અમદાવાદ: શહેરમાં ગરમીમાં બફારા વચ્ચે આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસનો પાણી કાપ મુકવામાં આવ્યો છે. કોતરપુર વોટર ટ્રિટમેન્ટ પ્લાંટ અને અખબારનગર અંડરપાસથી પસાર થતી મુખ્ય લાઇનમાં રિપેરિંગ તેમજ જોડાણના કામકાજના કારણે બે દિવસનો પાણી કામ મુકવામાં આવ્યો છે. શહેરના 5 ઝોનમાં આજે સવારથી પાણી ના આવતા નાગરિકો હેરાન-પરેશાન થયા હતા. ગોતા, વાડજ, નવા વાડજ, રાણીપ સહિતના અનેક વિસ્તારોમાં પાણીના ટેંકરો દોડાવાની ફરજ પડી હતી. પાણી માટે લોકો વલખા મારતા નજરે પડ્યાં હતાં.

બે દિવસ અગાઉથી કોર્પોરેશન દ્વારા પાણી કાપની જાહેરાત કરી દેવામાં આવી હતી
શહેરના અખબારનગર અન્ડરપાસ પાસે અને કોતરપુર વોટરવર્કસની સંલગ્ન લાઇનોમાં ભાંગાણ પડતા આજથી તેના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે દિવસ અગાઉથી કોર્પોરેશન દ્વારા પાણી કાપની જાહેરાત કરી દેવામાં આવી હતી. મધ્ય ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન સહિતના વિસ્તારોમાં આજે સવારથી પાણી બંધ કરવામાં આવ્યું છે. દરેક વિસ્તારના વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાંથી હયાત જથ્થા મુજબ પાણી પહોંચાડવામાં આવ્યું હતું.

પૂર્વ અને ઉત્તર ઝોનમાં પાણી કાપની સમસ્યા વધુ
આવતી કાલે પણ પાણી કાપના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. કારણ કે પૂર્વ અને ઉત્તર ઝોનમાં પાણી કાપની સમસ્યા વધુ વર્તાશે.પાણી કાપના કારણે કેટલાક વિસ્તારોમાં નાગરિકોને પીવા માટે પાણીનું બોટલો મંગાવાની ફરજ પડી હતી. AMCના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે લાઇનોના લીકેજની કામગીરી પૂર્ણ કરી બે દિવસમાં પાણીના સપ્લાય પૂર્વવત કરી દેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here