અમદાવાદ : પતિનો પ્રેમલીલાનો ભાંડો પત્નીએ ફોડ્યો, પતિએ ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

0
2

શહેરના પૂર્વ વિસ્તારમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો છે. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેમને સમજાવવા માટે પત્નીએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમ કાઉન્સેલિંગ માટે ત્યાં પહોંચી ત્યારે તમામ લોકોને સમજાવ્યા હતા. પતિ બીજો મોબાઈલ રૂમમાં છે તે લેવા જવાનું કહી દરવાજો બંધ કરી ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જો કે તેમને બચાવી લેવાયા હતા. હેલ્પલાઇનની ટીમ તમામને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કાયદાકીય કાર્યવાહી કરવા સમજ આપી હતી.

પતિને છોડી દેવા પ્રેમિકા તૈયાર ન હતી
મહિલા હેલ્પલાઇન 181 અભ્યમની ટીમને એક મહિલાનો ફોન આવ્યો હતો કે મારા પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેના ઘરે રહે છે. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિને કપડાંની સિલાઈ કરવાનું નાનું કારખાનું છે. બાજુમાં રહેતી એક મહિલા સાથે તેમના સંબંધ છે. જેના કારણે તેમનો ધંધો ચાલતો નથી અને પૈસાનું દેવું થઈ ગયું છે. પતિને છોડી દેવા પ્રેમિકાને સમજાવવા છતાં તે માનતી નથી. તેના કારણે પતિ પણ ઘરમાં ઝઘડા કરતા હતા.

મહિલા હેલ્પલાઈન મદદે આવી
પતિના ઘરના સગા અને મહિલા પતિની પ્રેમિકાના ઘરે સમજાવવા ગયા હતા ત્યાં પ્રેમિકાએ ઝઘડો કર્યો હતો. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાના પતિને બોલાવતા તેઓએ પોતાના અને અન્ય સ્ત્રીના કોઈ સંબંધ નથી. મહિલાએ કહ્યું હતું કે પતિ પાસે બે ફોન છે જેથી ખ્યાલ આવશે. પતિએ બીજો મોબાઈલ રૂમમાં છે તેમ કહી રૂમમાં જઇ અંદરથી દરવાજો બંધ કરી અને ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે અભયમની ટીમે તેમના ભાઈને બોલાવી દરવાજો તોડી બચાવી લીધાં હતાં. આ મામલે પોલીસને જાણ કરી તમામને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પતિએ તેની પ્રેમિકા હોવાનું સ્વીકાર્યું હતું. મહિલાને ભરણપોષણ અંગે સમજ આપી કાયદાકીય સમજ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here