અમદાવાદ : પત્નીએ બેડરૂમમાં પતિને ભાભી સાથે રંગેહાથ ઝડપ્યો, જેઠનું ધ્યાન દોર્યું તો કહ્યું, ‘આ બધું સહન કરવું પડશે’

0
0

અમદાવાદ. લગ્નના બીજા જ દિવસે સાસુએ પૂત્રવધૂને કહ્યું હતુ કે તારા પતિને તારી જેઠાણી સાથે આડો સબંધ છે. પરંતુ પૂત્રવધુએ સાસુની વાત માની ન હતી. જ્યારે દોઢ વર્ષ બાદ પત્ની પતિ અને જેઠાણીને બેડરુમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ ઉપર સાથે જોઈ ગઈ હતી. જેથી તેણે ભારે હોબાળો કરીને બે જેઠને ફરિયાદ કરી હતી. જો કે બંને જેઠે પણ પૂત્રવધુને કહી દીધું હતું કે આ ઘરમાં રહેવુ હોય તો આ બધું તો સહન કરવું જ પડશે.

ચાંદખેડામાં રહેતા સપનાબહેન (27) (નામ બદલ્યું છે) ના લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા વિપિન શર્મા સાથે થયા હતા. લગ્ન બાદ સપના સાસરીમાં પતિ, જેઠ શિવમોહન, જેઠાણી મોનિકા, જેઠ રામમોહન, જેઠાણી સ્નેહલતા, સાસુ રામબેટી અને ભાણિયા મોહીત સાથે રહેતા હતા. લગ્નના બીજા જ દિવસે સાસુએ સપનાબહેનને કહ્યું હતુ કે તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે.

લગ્નના દોઢ વર્ષ બાદ એક દિવસ સપનાએ પતિ અને જેઠાણીને બેડરુમમાં એક જ પલંગ ઉપર કઢંગી હાલતમાં જોયા હતા. આ જોઈને સપનાબહેને પતિ અને જેઠાણી સાથે ઝઘડો કર્યો હતો. સપનાબહેને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. એ પછી સાસરિયાં સપનાબહેનને શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા.

જો કે સાસરી પક્ષના સભ્યોનો ત્રાસ હદપાર વધી જતા આખરે સપનાબહેન દીકરા યથાર્યને લઇને પીયરમાં રહેવા આવી ગયા હતા. ત્યારબાદ સપનાબહેને આ અંગે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પતિ વિપિન, જેઠ શિવ મોહન, જેઠાણી મોનિકા અને જેઠ રામમોહન વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

પતિ અને જેઠે ધમકી આપી હતી કે, કોઈને કશું કહીશ તો જાનથી મારી નાખવામાં આવશે
પતિ અને જેઠાણીને સપનાએ રંગે હાથે પકડી લેતા તેણે ભારે હોબાળો કર્યો હતો. જેથી પતિએ સપના સાથે મારઝુડ કરી હતી. સાસરીના અન્ય સભ્યો પણ આખી વાત પર ઢાંકપીછોડો કરવા ત્રાસ આપતા હતા. જ્યારે પતિ અને જેઠાણીએ સપનાને ધમકી આપી હતી કે જો આ વિશે કોઇને પણ કશું કહીશ તો તને જાનથી મારી નાખીશું.

પત્ની સાથે ઘરમાં ગંદી મજાક કરતા હતા
પતિ અને જેઠાણીના સંબંધ વિશે સપનાએ માતા-પિતાને વાત કરી હતી. જેથી તેના માતા-પિતાએ સપનાના સાસરી પક્ષના સભ્યોને સમજાવ્યા હતા. તેમ છતાં કોઇ ફરક પડ્યો ન હતો. જ્યારે પતિ અને સાસરી પક્ષના સભ્યો અવાર નવાર સપના સાથે આ જ મુદ્દે ગંદી મજાક પણ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here