Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : 10 હજાર લોકો હોસ્પિટલની રાહમાં, 108ને રોજના કૉલ્સનો આંકડો 40થી...
Array

અમદાવાદ : 10 હજાર લોકો હોસ્પિટલની રાહમાં, 108ને રોજના કૉલ્સનો આંકડો 40થી 50 હજારે પહોંચ્યો

કોરોનાના કેસમાં વધારો થતાં હવે 108 એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં દાખલ થવાના કોલમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી 108ને મળતાં ઇમરજન્સી કોલ્સનો આંકડો 7થી 8 હજારથી વધીને 40થી 50 હજારે પહોંચ્યો છે, જેથી જો એક વ્યકિત 108ને પાંચ વાર ફોન કરે તો પણ અંદાજે 10 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની રાહ જોઇ રહ્યાં છે. જેમાં દર્દીને હોસ્પિટલમાં 108 દ્વારા લવાયેલા દર્દીને જ દાખલ કરવાની કોર્પોરેશની નીતિ તેમજ 70 ટકા દર્દીને અમદાવાદની 1200 બેડમાં ધકેલાતા હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇનો ખડકાય છે.

108 દ્વારા સમગ્ર રાજ્યમાં હાલમાં 690 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની કામગીરી થાય છે, જેમાંથી 90 ટકા ઇમરજન્સી કોવિડને લગતી હોય છે. કોવિડના કેસ વધતાં પહેલા શહેરના અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા અને સરત જેવાં શહેરોમાંથી 7થી 8 ફોન કોલ્સની સંખ્યા વધીને રોજનાં 40થી 50 હજાર કોલ્સ આવે છે.જેમાંથી 50 ટકા એટલે કે 20 હજાર ફોન કોલ્સ અમદાવાદમાંથી હોય છે. 108ના આંકડા મુજબ, રાજ્યમાંથી આવતાં ઇમરજન્સી ફોન કોલ્સની સંખ્યા 40થી 50 હજાર પહોંચી છે, અને એકની એક વ્યકિત વારંવાર ફોન કરે છે. તો 1 વ્યકિત પાંચ વખત ફોન કરે તો પણ દરરોજ 10 હજાર લોકો હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જુએ છે, પણ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી.

સાારવારને અભાવે હોસ્પિટલ બહાર-ઘરમાં લોકો મરી રહ્યાં છે
અમદાવાદ, રાજકોટ અને જામનગર જેવા શહેરોની હોસ્પિટલોમાં સારવાર માટેની સ્થિતિ એટલી ખરાબ છે કે, હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગતા દર્દીને દાખલ કરવામાં 4થી 10 કલાક લાગી રહ્યો છે. દર્દીને તાત્કાલિક દાખલ કરી શકાતાં ન હોવાથી છેલ્લાં કેટલાંક દિવસોમાં હોસ્પિટલનાં પ્રાંગણમાં જ પાંચથી વધુ દર્દીના મોત થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments