Wednesday, September 22, 2021
Homeઅમદાવાદ : દર કલાકે 5નાં મોત, એક સપ્તાહથી દૈનિક 65 ટકા દર્દીઓનો...
Array

અમદાવાદ : દર કલાકે 5નાં મોત, એક સપ્તાહથી દૈનિક 65 ટકા દર્દીઓનો વધારો થઈ રહ્યો છે

ગુજરાતમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. રાજ્યભરની હોસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓની પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલે જ 12206 કેસ અને 121નાં મોત નોંધાયાં હતાં, જેની ગંભીરતા જોવામાં આવે તો ગુજરાતમાં દર કલાકે પાંચ વ્યક્તિનાં મોત કોરોનાને કારણે થઈ રહ્યાં છે તો પ્રતિ કલાક 509 નવા દર્દી સંક્રમિત થઈ રહ્યા છે.

તમામ હોસ્પિટલનાં બેડ ફુલ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, 12206 નવા કેસ નોંધાયા છે અને 121 માનવમૃત્યુ થયાં છે. રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકથી 353 દર્દી વેન્ટિલેટર હોવાનું જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં 76,500 એક્ટિવ કેસ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં દૈનિક 65 ટકા દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે.

વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી ગયાં છે.
વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી ગયાં છે.

ચારેચ મહાનગરની સ્થિતિ ખરાબ
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 4661 અને ગ્રામ્ય વિસ્તારમાં 60 સાથે અત્યારસુધીના સૌથી વધુ 4721 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં કુલ કેસનો આંકડો 1,11,156ને પાર થઈ ચૂક્યો છે. સુરત મહાનગરમાં પણ સ્થિતિ એવી છે. ગઈકાલે 1553 કેસ શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 375 કેસ સાથે 1928 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 764 ગ્રામ્ય વિસ્તારમાં 86 કેસ મળીને 850 કેસ થયા છે. વડોદરા શહેરમાં 460 અને ગ્રામ્ય વિસ્તારોમાં 165 મળીને 625 નવા કેસ છેલ્લા 24 કલાકમાં બહાર આવ્યા છે.

1200 બેડની સિવિલ હોસ્પિટલ આગળ 108ની લાઇનો લાગે છે.
1200 બેડની સિવિલ હોસ્પિટલ આગળ 108ની લાઇનો લાગે છે.

રાજ્યમાં કોરોનાથી 121નાં મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 25, અમદાવાદમાં 23 ,વડોદરા 13 , રાજકોટમાં12, જામનગરમાં 6, ગાંધીનગરમાં 4, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચમાં 3 -3, અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિ-દ્વારકા, મહેસાણા, પાટણમાં 2-2, અમરેલી, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં એક -એક કોરોનાથી મૃત્યુ થયાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments