અમદાવાદ : તમારી બેદરકારી તમારા જ બાળકોને ભારે પડી શકે છે

0
6

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ખૂબજ વધ્યાં છે. સંક્રમણની બીજી લહેરમાં હવે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 15 જેટલા બાળકો દાખલ અને ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે. બાળ રોગ નિષ્ણાંત ડૉ. મોનાબેન દેસાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં કોરોનાના કેસો ખૂબ જ વધ્યાં છે. તેમણે એવું કહ્યું હતું કે ઘરના જ સભ્યોની બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. જેથી બાળકોની સાચવણી ખૂબજ જરૂરી છે.

શું છે બાળકોમાં કોરોના વાયરસના લક્ષણો
બાળકોમાં કોરોના વાયરસના લક્ષણોની વાત કરીએ તો ખૂબ તાવ આવવો, વોમીટ, ઝાડા થવા, બાળક રડવા લાગે તેમજ નબળાઈ થવી, ઘર પરિવારના સભ્યોમાંથી જ બાળકોમાં કોરોના ફેલાય છે. લોકો બહારથી ઘરમાં આવે ત્યારે બાળકોને ટચ કરે અને તેમની સાથે રહે છે જેથી બાળકો પણ સંક્રમિત થઈ શકે છે. મોટા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરાવે છે જેથી તેઓ પણ કોરોનાગ્રસ્ત થાય જ છે.

પરિવારમાંથી જ બાળકોને કોરોનાનો ચેપ લાગી શકે છે ( પ્રતિકાત્મક તસવીર)
પરિવારમાંથી જ બાળકોને કોરોનાનો ચેપ લાગી શકે છે ( પ્રતિકાત્મક તસવીર)

પહેલા બાળકોમાં કોરોના A સિમ્પટોમેટિક લક્ષણો હતા
બાળ રોગ નિષ્ણાંત ડો. સોનિતા ત્રિવેદી દલાલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પહેલા બાળકોમાં કોરોના A સિમ્પટોમેટિક લક્ષણો હતા જેથી કોરોના આવીને જતો રહે તો ખ્યાલ નહતો આવતો. પરંતુ હવે લક્ષણો સાથે કોરોનાના કેસો આવી રહ્યા છે. ખાસ કરીને બાળકોને અનએક્સપેલન તાવ આવે છે અને બાદમાં તેનો ટેસ્ટ કરવટ કોરોના પોઝિટિવ આવે છે. બાળકોમાં હવે કોરોના લક્ષણો સાથે કેસો આવી રહ્યાં છે. બાળકોને કોરોના આવે તો હોમ આઇસોલેટ કરવામાં આવે છે. ઘરમાં તમામ સભ્યો પણ સંક્રમિત થઈ રહ્યાં છે.

બાળ રોગ નિષ્ણાંત ડૉ. મોનાબેન દેસાઈ
બાળ રોગ નિષ્ણાંત ડૉ. મોનાબેન દેસાઈ

બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાના બાળકોને સમયાંતરે રસી આપવામાં આવે છે. અલગ અલગ રસીઓ આપવામાં આવી હોવાના કારણે તેઓની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે. જો કે હવે કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં કોરોનાના લક્ષણો જણાય છે અને તેઓ સંક્રમિત થાય છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓને હોમ આઇસોલેટ કરવામાં આવે છે અને સારવાર કરતા તેઓ ઝડપથી રિકવર પણ થઈ જાય છે

બાળ રોગ નિષ્ણાંત ડો. સોનિતા ત્રિવેદી
બાળ રોગ નિષ્ણાંત ડો. સોનિતા ત્રિવેદી

સિવિલમાં 3 બાળકોના કોરોનાથી મોત
સિવિલ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતા દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યુ કે, ચાંદલોડિયા વિસ્તારના 8 વર્ષીય બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું. મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકીનું મોત 3 એપ્રિલના રોજ થયું. અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ થયું હતું મોત થયું હતું.

બાળકોમાં લક્ષણો ન દેખાયા સુપર સ્પ્રેડર બની શકે
બીજી તરફ ચારુલ મેહતાએ જણાવ્યું કે, બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી, ચીડિયાં પણું, ઝાડા-ઉલટી પણ કોરોનાનાં લક્ષણો છે. જેમાં ઘણી વખત બાળકોમાં લક્ષણો ન હોય અને અન્યના સપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે. તેની સાથે બાળકો માતા-પિતાને ફોલો કરતા હોય છે. જેથી પેરેન્ટ્સ જ બાળકોમાં કોરોના પ્રોટોકોલ સમજાવે અને તે પ્રમાણે ઘરમાં અનુસરે તો બાળકોમાં સમસ્યા અંકુશમાં રાખી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here