Saturday, April 20, 2024
Homeઅમદાવાદના યુવાનનો ગાંધીનગરમાં અકસ્માત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
Array

અમદાવાદના યુવાનનો ગાંધીનગરમાં અકસ્માત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

- Advertisement -

ગાંધીનગરનાં સેકટર-5માં આવેલા સીએનજી પંપ નજીક બુલેટ અને બાઈક વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં અમદાવાદના બુલેટ સવાર યુવાનનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જત્રાલ હાલ અમદાવાદ મુકામે રહેતા અમરતાભાઈ નાથાભાઈ મકવાણાનાં પરિવારમાં પત્ની તેમજ બે દિકરા હાર્દિક અને ભાવિન છે. જેમાં હાર્દિકનાં લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે ભાવિન ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજથી સવા મહિના અગાઉ સેકટર-13માં રહેતા તેના નાના રવીન્દ્રભાઈ ચૌહાણનું અવસાન થયું હતું અને ગઈકાલે સવા મહિનો પૂરો થતો હોવાથી તેમની લૌકિક ક્રિયા રાખવામાં આવી હતી.

જે અન્વયે ભાવિન બુલેટ લઈને ગાંધીનગર લૌકિક ક્રિયામાં હાજરી આપવા માટે આવ્યો હતો. ત્યારે ગ-0થી ગ-3 તરફ સેકટર-5 સીએનજી પંપ પાસે યમાહા બાઈક (GJ-18-S-6806)નાં ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે હંકારીને બુલેટને સામેથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં ભાવિન બુલેટ પરથી ઉછળીને જમીન પર પટકાયો હતો. ત્યારે અકસ્માતની જાણ થતા તેના પિતા તેમજ ભાઈ હાર્દિક સ્થળ પર દોડી આવ્યા હતા.

જ્યાં ભાવિન લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડ્યો હતો. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે ભાવિનને સારવાર આપી વધુ સારવાર અર્થે દાખલ કર્યો હતો. પરંતુ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ભાવિનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે હાર્દિક મકવાણાએ ફરિયાદ આપતાં સેકટર-7 પોલીસે યમાહા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular