અમદાવાદ : યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, PUBG રમતા પ્રેમ થયો, પછી યુવકે.…..

0
0

ટાઈમ પાસ કરવા માટે રમવામાં આવતી ગેમ ક્યારેક જિંદગી માં અણધાર્યું નુકસાન પણ પહોચાડી દે છે. અમદાવાદ ના સોલા માં આવો જ એક બનાવ સામે આવ્યો છે. PUBG ગેમ રમતા રમતા થયેલ પ્રેમ સબંધ માં તિરાડ પડતા જ યુવક એ યુવતીનું ફેસબુક અને મેઈલ આઈ ડી હેક કરી 50 હજાર રૂપિયાની માંગણી કરી.

બનાવની વિગત એવી છે કે, અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે PUBG ગેમ રમતા રમતા તેને જીતેન્દ્ર નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. અને આ યુવક તેની મિત્રનો મિત્ર હોવાથી બંને વચ્ચે મોબાઈલ નંબર ની આપ લે થઈ હતી વાતચીત પણ થતી હતી.જોકે થોડા સમય બાદ આ મિત્રતા પ્રેમ સંબધ માં કેળવાય હતી. પરંતુ યુવક દ્વારા યુવતી સાથે ખરાબ માંગણી કરી ને અશ્લીલ વાતો કરતા જ યુવતી એ તેની સાથે કોઈ સંપર્ક રાખ્યો ના હતો અને વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું.

થોડા સમય બાદ યુવતી તેનું Email-id અને facebook એકાઉન્ટ ઓપન કરવા જતાં તે ઓપન થયું નહોતું. એટલે તેણે ફોર્ગેટ પાસવર્ડ માં જતા આરોપીનો નંબર જોવા મળ્યો હતો. જેથી યુવતી એ તેના ભાઈ ને સમગ્ર બાબતની જાણ કરી આરોપી પાસે બંને IDના પાસવર્ડ માંગ્યા હતા. જો કે આરોપી એ રૂપિયા 50 હજાર ની માંગણી કરતા અંતે ફરિયાદી યુવતી એ પોલીસ ને જાણ કરી હતી. હાલ માં પોલીસ એ ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(અહેવાલની તમામ તસવીરો પ્રતિકાત્મક છે. )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here