સુકન્યા સમૃદ્ધિ યોજનાના નામે અમદાવાદી સસરા- વહુએ અનેક લોકોને છેતર્યા, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

0
0

અમદાવાદ. સુકન્યા સમૃદ્ધિ યોજનાના નામે અનેક લોકો સાથે અમદાવાદી સસરા અને વહુએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સસરા અને વહુએ ભોગ બનનારને ફોર્મ ભરવાનું અને ગાંધીનગરથી ફોર્મ પાસ કરાવવાના નામે અમુક રકમ પડાવી અને છેતરપિંડી આચરી હતી. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

in name Sukanya Samrudhi Yojana many poeple cheated by Ahmedabad's dauthter in law and father in law

યોજના અંતર્ગત લોકો પાસે ફોર્મ ભરવાના રૂ. 805 લીધા

કૃષ્ણનગરમાં રાજકમલમાં રહેતા વિપુલભાઈ પટેલને તેમના જ ફ્લેટમાં રહેતા જયંતીભાઈ પટેલ અને તેમના દીકરાની વહુ જૈમિનિબહેન પરમાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 60 હજાર રોકડા અપાવે છે તેમ જાણ થઈ હતી. બંને સસરા- વહુએ પૈસા મળે છે કહી લોકોને ફોર્મ ભરાવ્યા હતા. ફોર્મ ભરવાના 805 રૂપિયા, ફોર્મ પાસ થાય તેના એક હજાર અને ગાંધીનગરથી પૈસા પાસ થાય ત્યારે 13 હજાર આપવાના નામે અનેક લોકો પાસે ફોર્મ ભરાવ્યા હતા.

પીડિતને અન્ય લોકોને પણ છેતર્યાનું લાગતા પોલીસને જાણ કરી

વિપુલભાઈએ પણ તેમની ચાર વર્ષની દીકરીના નામે આ સ્કીમનો લાભ લીધો હતો અને જયંતિભાઈને 805 રૂપિયા ફોર્મ ભરવાના ચૂકવ્યા હતા. પણ અનેક લોકો સાથે વાત કર્યા બાદ આ એક કૌભાંડ હોવાનું તેઓના ધ્યાને આવતા વિપુલભાઈએ આ મામલે પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે આ મામલે જયંતીભાઈ અને જૈમિનિબહેન સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here