અમદાવાદીઓએ , એક જ દિવસમાં 4.84 લાખ ભર્યો દંડ

0
0

( રિપોર્ટર : રવિકુમાર કાયસ્થ )

તા 13/8/20, અમદાવાદ,

કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા માસ્ક ન પહેરનારા લોકો પાસેથી રૂપિયા એક હજાર દંડ વસુલવા આદેશ આપવામાં આવ્યા બાદ પણ હજુ અમદાવાદના લોકોની માસ્ક ન પહેરવાની આદત છુટી ન હોવાથી બે દિવસમાં મ્યુનિ.દ્વારા 484 લોકોને પકડી કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

મળતી માહીતી પ્રમાણે,મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના સાત ઝોનમાં માસ્ક ન પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનારા સામે કાર્યવાહી કરી છે. છેલ્લા બે દિવસ દરમિયાન અલગ અલગ ઝોનમાં કાર્યવાહી સમયે શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ માસ્ક ન પહેરનારા 89 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

બીજા ક્રમે મધ્યઝોનમાં 76 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 68-68 લોકો પાસેથી દંડની રકમ વસુલાઈ છે. પૂર્વ ઝોનમાં 63 અને ઉત્તર ઝોનમાં 62 લોકો માસ્ક પહેર્યા વગર ઝડપાઈ ગયા હતા. જયારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 58 લોકો સામે કાર્યવાહી થઈ છે. કુલ મળીને 484 લોકો પાસેથી રૂપિયા 4,84,000ની રકમની વસુલાત કરવામાં આવી છે.

માસ્કના દંડનો વિરોધ : આપના 45 કાર્યકરો સામે ગુનો

સરકારે જાહેર કરેલા માસ્કના દંડના વિરોધ અને હોસ્પિટલોમાં સુવિધા વિના દર્દીઓને પડતી હાલાકી સંદર્ભે મંજુરી વિના રેલી કાઢી કલેકટર કચેરી સામે દેખાવો કરી સુત્રોચ્ચારો કરનારા આમ આદમી પાર્ટીના 45 કાર્યકરો સામે રાણીપ પોલીસે ગુનો નોંધ્યો છે.

રાણીપમાં કલેકટર કચેરી સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો માસ્કના દંડના વિરોધ માટે એકઠા થતા રાણીપ પોલીસે 45 કાર્યકરો વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરકારે જાહેર કરેલા માસ્કના દંડના વિરોધમાં તેમજ હોસ્પિટલોમાં સુવિધાને અભાવે દર્દીઓને પડતી હાલાકીની જવાબદારી નક્કી કરી જવાબદારો પાસે દંડ વસુલવા અંગે રેલી કાઢીને કલેકટર કચેરી સામે સુત્રોચ્ચારો કરતા હતા. જોકે રેલી અને દેખાવો અંગે તેમની પાસે કોઈ મંજુરી ન હોવાથી પોલીસે તેમની વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here