Monday, January 24, 2022
HomeAIDS રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું- બ્રિટનમાં મળી આવેલો નવો કોરોના વાઇરસ દેશમાં નથી...
Array

AIDS રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું- બ્રિટનમાં મળી આવેલો નવો કોરોના વાઇરસ દેશમાં નથી આવ્યો

નેશનલ AIDS રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NARI)નું કહેવું છે કે બ્રિટનમાં મળેલો નવો કોરોના વાઇરસ આપણે ત્યાં કરવામાં આવેલી તપાસમાં મળી આવ્યો નથી. NARI ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની બ્રાન્ચ છે.

NARIના ડિરેક્ટર ડો.સમીરન પાંડાએ મંગળવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અમે દેશના વિવિધ ભાગોમાંથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓની તપાસ કરી છે, જેમાં કોરોનાનો બ્રિટનમાં મળેલો સ્ટ્રેન મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે આ વાઇરસના ફેલાવા અને એની ગંભીરતા કયા પ્રકારની છે એ હજી સમજવાની જરૂર છે. એ પણ સ્પષ્ટ નથી કે આ વાઇરસ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી રહેશે.

આપણે ત્યાંના વાઇરસમાં પણ બદલાવ થયો નથી

ડો. પાંડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ફેલાઈ રહેલો વાઇરસ જીનોમ પર 6-7 મહિનાથી નજર રાખી રહ્યા છીએ. આ માટે 2000થી વધુ સેમ્પલની તપાસ કરવામાં આવ્યાં છે, પણ તેમાં બદલાવ થયો હોવાનું સામે આવ્યું નથી. ભારત એવો દેશ નથી, જ્યાં તમામ રાજ્યોમાં વાઇરસની વર્તણૂક સમાન હોય. અહીં ઘણાં રાજ્યોમાં એ ઝડપથી ફેલાયો છે.

કડક પગલાં તો લેવા પડશે

તેમણે કહ્યું હતું કે નવો વાઇરસ આવે કે ન આવે, પરંતુ વાઇરસની ચેઇન તોડવા માટેના વ્યવહારિક નિયંત્રણો કડક કરવાં જોઈએ. લગભગ 11 સમાન વાઇરસ પહેલાંથી જ ઓળખાઈ ગયા છે, પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. આ સમય નજર રાખવાનો છે, ગભરાવાનો નહીં.

વેક્સિન નિષ્ફળ જશે એવું વિચારવું ખોટું છે

ડો.પાંડાએ જણાવ્યું હતું કે વેક્સિન વાઇરસના વિવિધ ઘટકો સામે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હજી તેવું વિચારવું યોગ્ય નથી કે તૈયાર કરવામાં આવેલી વેક્સિન નિષ્ફળ જશે. આ માટેના પૂરતા વૈજ્ઞાનિક પુરાવા પણ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular