બિગ બોસ 14 : એજાઝ ખાને નેશનલ ટેલિવિઝન પર ખુલાસો કર્યો, અકાઉન્ટમાં માત્ર 4 હજાર રૂપિયા હતા, એડવાન્સ લેવા માટે મિત્ર પાસેથી પૈસા ઉધાર લીધા હતા.

0
15

ટીવીના વિવાદિત શો ‘બિગ બોસ 14’માં એજાઝ ખાન સતત ચર્ચામાં છે. ઘરના કેપ્ટન બનવાથી લઈને કવિતા કૌશિક સાથેના ઝઘડાને કારણે એજાઝ સ્ક્રીન પર છવાયેલો રહ્યો. મંગળવારે બિગ બોસ હાઉસમાં નોમિનેશન પ્રોસેસ થઇ જેમાં મિત્રોને બદલે જેસ્મિનને સેફ કરીને એજાઝે દરેક સાથે સીધો પંગો લઇ લીધો છે. આ વખતે બેઘર થવા માટે નૈના સિંહ, શાર્દુલ પંડિત, રાહુલ વૈદ્ય અને રૂબીના દિલૈકને નોમિનેટ કરવામાં આવ્યા છે. આ નોમિનેશન બાદ શાર્દુલ ઘણો ઉદાસ હતો અને તેને બેટર ફીલ કરાવવા માટે એજાઝે તેની આર્થિક તંગીના દિવસો વિશે ખુલીને વાત કરી છે.

નોમિનેશન પ્રોસેસ દરમ્યાન બે સભ્યોએ પરસ્પર નક્કી કરીને બઝર વાગે તે પહેલાં ઓક્સિજન માસ્ક પોતાની પાસે રાખવાનું હતું. શાર્દુલ પંડિત અને નૈના સિંહ આ ટાસ્કમાં સામસામે હતા પરંતુ પરસ્પર સહમતી ન હોવાને કારણે બંને નોમિનેટ થયા. હાલ ચારેય નોમિનેટેડ સભ્યો રેડ ઝોનમાં છે. શાર્દુલ લોકડાઉન દરમ્યાન આર્થિક તંગીમાંથી પસાર થઇ ગયો છે આવામાં તે લાંબા સમય સુધી ઘરમાં રહેવા ઈચ્છે છે.

એજાઝે શાર્દુલની હિંમત વધારી

આ બાબતે એજાઝે શાર્દુલને સમજાવતા કહ્યું કે, તે અગાઉ એક શો જીતીને આવ્યા છે, તેને શું ફર્ક પડે છે. તેને ફર્ક પડે છે કે ડ્રેસ કેટલો મોંઘો છે અને મેકઅપ કેટલો છે. તને શું ફર્ક પડે છે કે તારી ચડ્ડી અને મોજા કેટલા છે. મેં તને કાનમાં કહ્યું હતું કે જઈને રડ. ઉતર્યા બાદ તો તું રડ્યો ને, તો સ્ટેજ પર તેની સામે કેમ ન રડ્યો. કેમ તેની પાસે ભીખ ન માગી, કે બહેન મને જરૂર છે, તારી પાસે ઘર છે, જમવાનું છે એક વર્ષ માટે, મારી પાસે નથી. મારી માતા બીમાર છે.

મને આ શોમાં રહેવાની જરૂર છે: એજાઝ

આગળ એજાઝે તેના ખરાબ સમય પર વાત કરતા કહ્યું, મને પણ આ શોમાં રહેવાની જરૂર છે. મારી પાસે અકાઉન્ટમાં 4 હજાર રૂપિયા હતા. મેં મિત્ર પાસેથી 1.5 લાખ રૂપિયા ઉધાર લીધા એડવાન્સ માટે. તું હિંમત નહીં હારતો. રડી લે, ભડાસ કાઢી લે. તારી અંદર રહેલી આગને બહાર કાઢ.

શોમાં એન્ટ્રી લેતા સમયે શાર્દુલે સલમાન ખાનને કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન તે આર્થિક તંગીમાંથી પસાર થયો છે. તેની પાસે રેન્ટ આપવાના પૈસા પણ ન હતા જેને કારણે તેણે મુંબઈ છોડીને ઇન્દોર જવું પડ્યું હતું. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીના અમુક મિત્રોનો સપોર્ટ મળ્યો અને તે કમબેક કરી શક્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here