રાજકોટ : ઓક્ટોબરમાં PM મોદી નવી સિવિલનું લોકાર્પણ, એઈમ્સનું ખાતમુહૂર્ત કરશે

0
20

રાજકોટ: રાજકોટમાં મેડિકલ ક્ષેત્રે આગામી 5 પાંચ વર્ષમાં મોટી ક્રાંતિ સર્જાવા જઇ રહી છે જેની શરૂઆત ઓક્ટોબર માસમાં વડાપ્રધાનની રાજકોટની મુલાકાતથી થશે. તેઓ રાજકોટમાં સિવિલની નવી હોસ્પિટલનું લોકાર્પણ અને એઈમ્સનું ખાતમુહૂર્ત કરશે.

નવી હોસ્પિટલ સૌથી અત્યાધુનિક 
તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ જણાવ્યું છેકે, સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાય એટલે કે જે યોજનામાંથી એઈમ્સ બને છે તે યોજનામાંથી જ કેન્દ્ર સરકારે 250 બેડની નવી હોસ્પિટલ બનાવી છે. જે એક માસમાં કાર્યરત થનાર છે. આ હોસ્પિટલના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબર માસના શરૂઆતના દિવસોમાં રાજકોટ આવી તેનું ઉદઘાટન કરશે. આ નવી હોસ્પિટલ સૌથી અત્યાધુનિક છે અને જે સુવિધાઓ સિવિલ હોસ્પિટલમાં મળતી નથી જેમ કે ન્યુરોસર્જરી, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી અને કેથલેબ એ નવી બિલ્ડિંગમાં શરૂ થઇ જશે અને તે માટે 8 સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. હોસ્પિટલનો દર્દીઓને ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે કારણ કે, તેને કારણે સુપર સ્પેશિયાલિટીનો કોર્સ પણ શરૂ કરી શકાશે. રાજકોટમાં પીએમ આવતા હોવાથી એઈમ્સના ખાતમુહૂર્તના સાથે જ સિવિલની મુલાકાતલઇને લોકાર્પણ કરશે. સિવિલની આ નવી બિલ્ડિંગ મિનિ એઈમ્સ તરીકેની ગરજ સારી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

પ્રાઈવેટ વોર્ડની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે
હયાત સિવિલ હોસ્પિટલમાં પ્રાઈવેટ વોર્ડની સુવિધા એક દશકાથી બંધ છે પણ નવી બિલ્ડિંગમાં તેના માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. 10 બેડના આ પ્રાઈવેટ વોર્ડમાં ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી સુવિધાઓ હશે. જે બેડ મુકવામાં આવ્યા છે તે દરેક બેડની કિંમત સવાલાખ જેટલી થાય છે. પ્રાઈવેટ વોર્ડના કારણે દર્દીઓને સિવિલમાં ખાનગી હોસ્પિટલ જેવો જ સેવાનો અનુભવ મળશે. સારવારમાં રહેલા દર્દીઓ જેટલા દર્દમાં હોય છે તેટલું જ માનસિક તાણ તેના સ્નેહીજનોમાં પણ જોવા મળે છે. હોસ્પિટલમાં આ માનસિક તાણનું વાતાવરણ ઘટાડવા માટે તમામ વોર્ડ અને લોબીમાં સ્પીકર સિસ્ટમ મૂકવામાં આવી છે. જેમાં હળવું સંગીત સતત વગાડી મ્યુઝીક થેરાપીના સહારે દર્દીના સ્નેહીજનોને હળવા કરવા પ્રયત્ન થશે.

સિવિલમાં આટલી સુપર સ્પેશિયાલિટી સારવાર મળશે
ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી, યુરોલોજી અને નેફ્રોલોજી, કાર્ડિયોલોજી અને કાર્ડિયોથરાસીસ સર્જરી (ઓપન હાર્ટ), બર્ન્સ, પ્લાસ્ટિક સર્જરી, ગેસ્ટ્રો એન્ટોલોજિસ્ટ, કેથલેબ, 4 બેડની આઈસીયુ, અત્યાધુનિક 8 ઓપરેશન થિયેટર, તમામ વોર્ડ અને લોબી ફુલ એસી, ઓટોમેટિક ડીજી (પાવર કટ નહીં).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here