એર એશિયાના ટોની ફર્નાન્ડિઝની હકાલપટ્ટી, લાંચ લેવાનો આરોપ

0
9

મુંબઇ : મલેશિયા સ્થિત એર એશિયાનાં બે ઉચ્ચ અધિકારીઓ પર લાંચ લેવાનાં આક્ષેપ થયા પછી તેઓએ પોતાનો હોદ્દો છોડી દીધો છે. આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર દિગ્ગ્જ વિમાન નિર્માતા કંપની એરબસે વિમાનોના ઓર્ડર નક્કી કરવા માટે બે ઉચ્ચ અધિકારીઓને 5 કરોડ ડોલરની લાંચ આપી હતી. બીજી તરફ એરબસે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ફ્રાંસ, બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સના સત્તાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારની તપાસના સમાધાન માટે 6.6 અબજ યુરોની રકમ નક્કી કરવા માટે સંમત થયું હતું.

આ તપાસ આગળ વધવાની સાથે જ બ્રિટનની સિરિયસ ફ્રોડ ઓફિસ દ્વારા એર એશિયાનાનાં બે ઉચ્ચ અધિકારીઓ લંચ કેસમાં સંડોવાયેલા છે તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. એર એશિયાએ મલેશિયાના શેરબજારમાં કરેલ ફાઇલિંગમાં જણાવ્યું છે કે ચીફ એક્ઝિક્યુટિવ ટોની ફર્નાન્ડિઝ અને એક્ઝ્યુકિટિવ ચેરમેન કમરુદ્દીન મેરુંનુંનને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે. એરલઈને જણાવ્યું હતું કે બંને ઉચ્ચ અધિકારીઓને 2 માસ અથવા તેનાથી વધુ સમયગાળા માટે હટાવાયા છે.

આ ઉપરાંત એરલાઇન્સના બોર્ડે આક્ષેપોની સમીક્ષા માટે એક સમિતિની રચના કરી છે. જે અનુસાર કમરુદિન અને ફર્નાન્ડિઝને કંપનીના સલાહકાર તરીકે ચાલું રાખવામાં આવશે તેમજ કંપની નોન ઈન્ડિપેન્ડેટ, નોન એક્ઝિક્યુટિવ માળખાને નવેસરથી ઘડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here