વાયુસેનાની તાકત વધી : એરફોર્સ ચીફ ભદૌરીયાએ સુલૂર એરબેઝથી તેજસની ઉડાન ભરી, 18મા સ્ક્વોડ્રોન ‘ફ્લાઇંગ બુલેટ્સ’નો સમાવેશ કર્યો

0
3
  • સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ એલસીએ તેજસને ઉડાવનાર આ બીજી સ્કવોડ્રોન હશે
  • આ સ્ક્વોડ્રોનને વર્ષ 2016માં હટાવવામાં આવી હતી, હવે તેને ફરીથી શામેલ કરાઈ છે

કોયંબટૂર. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરીયાએ આજે વાયુસેનાની નંબર 18 સ્ક્વોડ્રોન ફ્લાઇંગ બુલેટની ઉડાન ભરી. આ સ્ક્વોડ્રોન એલસીએ તેજસ એફઓએસ વિમાનથી સજ્જ છે અને એલસીએ તેજસને ઉડાન કરનારો બીજી સ્ક્વોડ્રન બની છે.

ભદૌરીયાએ અત્યાર સુધીમાં રાફેલ ફાઇટર એરક્રાફ્ટ સહિતના 28થી વધુ પ્રકારના વિમાનો ઉડાવ્યા છે. ભદૌરીયા ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને પાઇલટ એટેક ઇન્સ્ટ્રક્ટર પણ છે.

1971ના યુદ્ધમાં 18મા સ્ક્વોડ્રોનની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

તેજસથી સજ્જ બીજી સ્ક્વોડ્રોન અને એરફોર્સની 18મી સ્ક્વોડ્રોન 1965માં સ્થાપિત થઈ હતી. પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. 15 એપ્રિલ 2016ના રોજ સ્કવોડ્રોનને હટાવવામાં આવ્યો હતો. અગાઉ તેમાં મિગ -27 વિમાન શામેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here