Home વડોદરા વડોદરા : એર ફોર્સ સ્ટેશન ખાતે વાયુસેના દિવસની ઉજવણી, એર શોનું કરાયું...

વડોદરા : એર ફોર્સ સ્ટેશન ખાતે વાયુસેના દિવસની ઉજવણી, એર શોનું કરાયું આયોજન

0
46

વડોદરા એર ફોર્સ સ્ટેશન ખાતે વાયુસેના દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્વાક દ્વારા દિલધડક એર શોનું કરાયું આયોજન। ગરુડ અને સારંગના દિલધડક રોમાંચક કરતબોથી લોકો અને યુવાઓમાં જોવા મળ્યો જોશ.

વાયુસેનાએ બતાવ્યો દમ

વડોદરામાં ઐરશો  નું અદભુત આયોજન

સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત

ઉચ્ચ અધિકારીઓ નગરજનો રહ્યા ઉપસ્થિત

સારંગ અને ગરુડ ટીમે બતાવ્યો સેનાનો દમ

08 ઓક્ટોબરનાં રોજ આયોજિત 87મા એર ફોર્સ ડેની ઉજવણીનાં યાદગાર પ્રસંગનાં ભાગરૂપે વડોદરાનાં એર ફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુદળનાં સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને ભારતીય વાયુદળની આકાશ ગંગા ટીમે સ્કાય ડાઇવિંગ દ્વારા રંગીન અને દિલધડક એરોબેટિકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું  આ એર શો માં ભારતીય વાયુદળનાં સ્પેશ્યલ ઓપરેશન ‘ગરુડ’ કમાન્ડોએ એએન-32 વિમાનમાંથી એન્જિન રનિંગ ઓપરેશન્સ હાથ ધર્યું હતું. અને દુસ્મનોના ખેમામાં જય કેવી રીતે વિનાશ સર્જી પરત ફરવના પ્રદર્શન નો ચિતાર રજુ કરું કર્યો હતો.

 

 

નો યોર એરફોર્સની થીમ પર ભાર મૂકીને વડોદરાનાં એરફોર્સ સ્ટેશને ફાયટર, ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર, મિસાઇલ સિસ્ટમ્સ અને રડાર શોનું પ્રભાવશાળી સ્થિર પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું, જેમાં ભારતીય વાયુદળનાં વિવિધ પ્રકારનાં યુદ્ધવાહકો પણ સામેલ હતાં જેને જોવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી ભારતીય। આ શાનદાર ઉજવણીનો પ્રારંભ આકાશ ગંગા ટીમ દવારા સ્કાય ડાઇવિંગ કર્યું હતું, જેમાં પેરાટ્રૂપર્સે કલાકદીઠ 120 માઇલની સ્થિર ઝડપે તેમનાં પેરાશૂટ ખોલીને 8000 ફીટની ઊંચાઈ પરથી કૂદકો મારીને સૌથી રોમાંચક સ્પોર્ટનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જમીન પર સચોટ ઉતરાણ કરવા ઓછી ઊંચાઈ પર તેમનું પેરાશૂટ ખોલતાં અગાઉ હવામાં વિવિધ ફ્રી હેન્ડ એક્રોબેટિક ડ્રિલ્સ ની રજુઆત કરી હતી અને ત્યાર બાદ એએન-32એ એસોલ્ટ લેન્ડિંગ હાથ ધર્યું હતું, જેમાં ગરુડ કમાન્ડોએ બિહાઇન્ડ એનિમી લાઇન ઓપરેશન કર્યું હતું.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘સારંગ’ દ્વારા એરોબેટિક પ્રદર્શન રહ્યું હતું  સારંગ જેનો અર્થ સંસ્કૃત ભાષામાં મોર થાય છે, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ભારતીય વાયુદળની ચાર એએલએચ ડિસ્પ્લે હેલીકૉપટર અને તેની ટીમે સારંગનું દિલધડક અને રોમાંચકારી પ્રદર્શન કર્યું હતું. આ ટીમનું નેતૃત્વ ગ્રૂપ કેપ્ટન એસ એ ગડરેએ કર્યું હતું. ટીમ 04 ચમકતા પેઇન્ટ કરેલા ધાતુઓનાં પક્ષીઓની સાતત્યપૂર્ણ એરિયલ બેલેટ પ્રદર્શિત કર્યું હતું, જેનો આકાર મોર જેવો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ટિમ માં ભાગ લેનાર સ્નેહા કુલકર્ણી જે ભારતની પ્રથમ એરોબેટિક ડિસ્પ્લે મહિલા પાઇલોટ હતી.

 

 

જેમના દવારા સચોટ પાઈલોટિંગ કરી આકાશમાં અદભુત કરતબો અને સફળ સંચાલન દવારા તમામ ઉપસ્થિત લોકોના રૂંવાટા ઉભા કરવા પર મજબુર કરી દીધા હતા. આકાશમાં નિત નવા અનોખા પ્રદર્શન સાથે વિવિધ કરતબો દવારા વાયુસેનાના આ હેલીકૉપટર્સ ની આ ટિમ દવારા અદભુત દિલધડક પ્રદર્શન કરાયું હતું, એક મહિલા હોવા છતાં સારંગ નું પાઈલોટિંગ કરતી સ્નેહા કુલકર્ણી દવારા ભારત દેશની યુવા દીકરીઓ માટે અદભુત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું અને તેમના દવારા ભારત દેશની યુવતીઓ પણ આજ સારંગ નું પાઈલોટિંગ કરતી તેમના નજરે જોવા મળે તેવી ખેવના રાખી હતી. તો બીજી તરફ યુવા વર્ગ પણ તેમને પ્રેરણારૂપે ગણતા તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા નજરે જોવા મળ્યા હતા.

આ એર શો જોવા આવનાર મુલાકાતીઓને ભારતીય વાયુદળની કારકિર્દીમાં સંભવિતતા અને નાગરિક સત્તામંડળોને સહાયમાં એની ભૂમિકા તથા યુદ્ધ દરમિયાન દેશની સુરક્ષામાં એની કામગીરીની માહિતી પબ્લિસિટી સ્ટોલ, મૂવી સ્ક્રીનિંગ અને વાયુદળનાં સૈનિકો સાથે વાતચીત દ્વારા આપવામાં આવી હતી. ઉત્સાહી મુલાકાતીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓનો પ્રદર્શન વિસ્તારમાં જમાવડો થતા એર ફોર્સ સ્ટેશન જીવંત બન્યું હતું. આ શો ને આશરે 3500 મુલાકાતીઓએ આ એર શો નિહાળ્યો હતો.

 

 

જેમાં શાળા અને કોલેજનાં વિદ્યાર્થીઓ, સેનાનાં અધિકારીઓ, એનઆરડીએફ, પોલીસ અને વહીવટીતંત્રનાં અધિકારીઓ અને તેમનાં પરિવારજનો સામેલ થયા હતા. આ શોમાં મોટી સંખ્યામાં વડોદરાનાં શાળા/કોલેજનાં વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સની ભાગીદારી જોવા મળી હતી. ડિસ્પ્લેએ યુવાનોને એર ફોર્સની પ્રાથમિક જાણકારી આપી હતી તથા તેમને ભારતીય વાયુદળનાં સૈનિકનાં જીવન અને કાર્ય વિશે જાણકારી આપી હતી. તેમની સર્વિસ અધિકારીઓ સાથેની વાતચીત તથા વિમાન, ઉપકરણ અને માળખાની મૂળભૂત જાણકારી લાંબા ગાળે યુવાનોને પ્રોત્સાહન આપશે અને તેમને રાષ્ટ્રીય સુરક્ષા વિશે વધારે જાગૃત બનાવશે, જે રાષ્ટ્રનિર્માણ માટે મહત્ત્વપૂર્ણ પરિબળ છે.

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App