- વાયુસેનાએ કહ્યું- રાફેલ ગ્રાઉન્ડ ટૂ એર અને એર ટૂ એર માર કરનારું વિશ્વનું સૌથી શ્રેષ્ઠ ફાઈટર પ્લેન
- 2016માં ભારતે ફ્રાંસ સાથે 36 રાફેલ વિમાન ખરીદવાની ડીલ કરી હતીપેરિસઃ ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ એરમાર્શલ આરકેએસ ભદૌરિયાએ ગુરૂવારે ફ્રાંસના મોંટ ડે માર્સન એરબેઝ પર ચાલી રહેલાં ઈન્ડો-ફ્રેંચ એરફોર્સના અભ્યાસ ‘ગરુડ-6’માં સામેલ થયા હતા. તેઓએ કહ્યું કે ફ્રાંસના રાફેલ અને રશિયાના સુખોઈ-30 ફાઈટર પ્લેનની જોડી પાકિસ્તાન અને બાકી દુશ્મનો માટે જંગ દરમિયાન મુસીબત બનશે.ફ્રાંસમાં ગરુડ અભ્યાસ બાદ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમને કહ્યું કે, “જો ભારતમાં બન્ને લડાકુ વિમાન એક સાથે કામ શરૂ કરી દે તો પાકિસ્તાન ફરીથી 27 ફેબ્રુઆરી જેવા હુમલો કરવાની હિંમત નહીં કરે. બન્ને લડાકુ વિમાન પાકિસ્તાન અથવા કોઈ અન્ય દુશ્મનોને નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે. બન્ને ખુબ જ શક્તિશાળી છે. રાફેલમાં ઉડાન ભરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો અને ઘણું બધું શીખવાનું મળ્યું. આ પ્લેન એરફોર્સમાં સામેલ થયા બાદ વાયુસેના વધુ મજબૂત બનશે.”
રાફેલ અને સુખોઈથી સેના વધુ મજબૂત બનશેઃ ભદૌરિયા– ભદૌરિયાએ કહ્યું કે, આ બન્ને લડાકુ વિમાનો સામેલ થવાથી ભારતીય સેનામાં વધુ મજબૂતાઈ આવશે. ભારત દ્વારા બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને પણ હવાઈ હુમલાઓ કર્યા હતા, જેને ભારતીય વાયુસેનાના મિગ-21 અને સુખોઈ-30એ સફળ થવા દીધા ન હતા. હવાઈ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ કહ્યું હતું કે, જો રાફેલ પહેલા મળ્યા હોત તો પાકિસ્તાનીઓને ક્યારેય નિયંત્રણ રેખાની નજીક આવવાનો પ્રયાસ ના કરી શકતા.
રાફેલ મહાદ્વીપનું અદભૂત ફાઈટર છેઃ રાફેલને ગ્રાઉન્ડ ટુ એર અને એર ટુ એર પ્રહાર કરનાર મહાદ્વીપનું સૌથી શ્રેષ્ઠ ફાઈટર જેટ માનવામાં આવે છે. ફ્રાંસ અને ભારતના વાયુ સેના વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા માટે બન્ને દેશોની સેના આ સમયે ફ્રાંસમાં સંયુક્ત રીતે ગરુડ અભ્યાસ કરી રહી છે. વાયુસેનાના વાઈસ ચીફે કહ્યું કે, તે ફ્રાંસીસી વાયુસેનાના રાફેલ વિમાનને ઉડાવા માટે ઉત્સાહી છે. 2016માં 36 રાફેલ ખરીદવા માટે ફ્રાંસ સાથે ડીલ કરવામાં આવી હતી. ભદૌરિયા આ ટીમના પ્રમુખ હતા.
2016માં ફ્રાંસ સાથે ડીલ થઈ હતીઃ ભારત અને ફ્રાંસ રણનીતિક ભાગીદાર છે અને છેલ્લા ઘણા વર્ષોથી સેનાને સહયોગ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વવાળી સરકારે વર્ષ 2016માં ફ્રાંસ સાથે 36 રાફેલ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કોંગ્રેસ સરકારમાં પણ ફ્રાંસ સાથે રાફેલ ખરીદવા માટે ડીલ કરવામાં આવી હતી, પરંતુ મોદી સરકારે તે ડીલને રદ કરી દીધી હતી અને નવી ડીલ કરી હતી.
Array
એરફોર્સ : રાફેલ-સુખોઈની જોડી પાકિસ્તાન અને અન્ય દુશ્મનો માટે મુસીબત સમાનઃ વાઈસ ચીફ એરમાર્શલ
- Advertisement -
- Advertisment -