હવાઇ દળનું સુખોઇ વિમાન તૂટી પડ્યું, બંને ઇજાગ્રસ્ત પાઇલટો હૉસ્પિટલમાં સારવાર હેઠળ

0
30

તેજપુર (આસામ), તા.9 ઓગસ્ટ 2019, શુક્રવાર

ભારતીય હવાઇ દળનું એક સુખોઇ વિમાન ગુરૂવારે રાત્રે આસામના તેજપુર વિસ્તારમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં આગ લાગી ગઇ હતી.

સદ્ભાગ્યે વિમાનના બંને પાઇલટો ઇજા સાથે ઊગરી ગયા હતા. તેમને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. વિમાનની આગ બુઝાવવા ફાયર બ્રિગેડના લાયબંબા દોડી ગયા હતા.

હવાઇ દળના એક પ્રવક્તાએ કહ્યું કે વિમાન શી રીતે દુર્ઘટનાનો ભોગ બન્યું એની તપાસ કરવા માટે કોર્ટ ઑફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here