Thursday, April 18, 2024
HomeAir Indiaનાં વરિષ્ઠ પાયલોટ પર યૌન શોષણનો આરોપ, સહ કર્મચારીએ કરી ફરીયાદ
Array

Air Indiaનાં વરિષ્ઠ પાયલોટ પર યૌન શોષણનો આરોપ, સહ કર્મચારીએ કરી ફરીયાદ

- Advertisement -

એયર ઈંન્ડિયાની એક મહિલા પાયલોટે તેના સીનિયર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ફરીયાદ સામે આવ્યા બાદ વરિષ્ઠ પાયલોટ પર તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે. એર ઇન્ડિયાનાં પ્રવક્તાએ આ મામલે જણાવ્યું કે, મહિલા પાયલોટે એરલાઇન મેનેજમેન્ટને તેની ફરિયાદમાં જણાવ્યું કે આરોપીએ તેને ઘણા અનુચિત સવાલો પૂછ્યા છે.

મહિલા પાયલોટે સીનિયર પાયલોટ દ્વારા કરવામા આવેલી યૌન શોષણની શરૂઆત કયા સમયથી અને કેવી રીતે થઇ તે વિશે વિસ્તાર પૂર્વક જણાવ્યુ. તેણે કહ્યુ કે, 5 મે નાં રોજ તાલીમ સત્ર સમાપ્ત થયા બાદ સીનિયર પાયલોટે તેને હૈદરાબાદ શહેરનાં એક રેસ્ટોરંન્ટમાં રાત્રી ભોજનની ઓફર આપી. મે તેના માટે તુરંત હા કહી દીધી, કારણે કે ઘણી ઉડાન દરમિયાન હુ તેમની સાથે રહી હતી અને મને તેમનું વ્યક્તિત્વ સારુ લાગ્યુ હતુ. અમે લગભગ રાત્રીનાં 8 વાગ્યે રેસ્ટોરંન્ટ પહોચ્યા અને ત્યાથી મારા યૌન શોષણની શરૂઆત થઇ.

એયર ઈંન્ડિયાની મહિલા પાયલોટે કહ્યુ કે, હુ મારા સીનિયરને એક નેક વ્યક્તિ સમજતી હતી, એટલે જ મે રેસ્ટોરંન્ટ જવાની હા કહી હતી પરંતુ મને ખબર નહોતી કે ત્યાંથી જ મારા યૌન શોષણની શરૂઆત થશે. મહિલાએ ફરીયાદમાં જણાવ્યુ કે, મારા સીનિયરે મને પહેલા તેમના લગ્ન જીવન વિશે કહ્યુ. ઉદાસ ચહેરા સાથે તેમણે મને પોતાના દુખી લગ્ન વિશે કહેવાની શરૂઆત કરી. ત્યારાબાદ તેમણે મને મારા લગ્ન જીવન વિશે પુછ્યુ કે મારુ લગ્ન જીવન કેવુ છે. તેટલુ જ નહી તેમણે મને પુછ્યુ કે, તમારે રોજ સેક્સ કરવાની જરૂર પડે છે? ત્યારબાદ તેની નિયત વિશે મને શંકા થતા હુ ત્યાથી કેબ બુક કરી રવાના થઇ ગઇ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular