લૉકડાઉન : એર ઈન્ડિયાએ 30 એપ્રિલ સુધી બુકિંગ ટાળ્યું

0
4

નવી દિલ્હી. દેશભરમાં કોરોના વાઈરસના વધી રહેલા કેસ વચ્ચે ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલું લૉકડાઉન ક્યારે હટશે તે હજી નક્કી નથી. આથી એર ઈન્ડિયાએ એવી જાહેરાત કરી છે કે તે 30 એપ્રિલ સુધી કોઈપણ પ્રકારનું બુકિંગ કરશે નહીં. એર ઈન્ડિયાએ કહ્યું છે કે 14 એપ્રિલ પછી શું નિર્ણય લેવાય છે તેના આધારે તેઓ નિર્ણય કરશે. ગૃહમંત્રાલયે લૉકડાઉન માટે કેટલીક છૂટછાટ આપી છે. તેમાં હવે કૃષિ સંબંધિત ચીજવસ્તુની દુકાન, રિપેરીંગની દુકાન તથા કૃષિ કામ માટે શ્રમિકોને જવાની મંજૂરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here