Friday, March 29, 2024
Homeએર ઈન્ડિયાના મુસાફરોનો ડેટા લીક : 45 લાખ મુસાફરોના ક્રેડિટ કાર્ડ તેમજ...
Array

એર ઈન્ડિયાના મુસાફરોનો ડેટા લીક : 45 લાખ મુસાફરોના ક્રેડિટ કાર્ડ તેમજ પર્સનલ માહિતીની ચોરી

- Advertisement -

સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાના મુસાફરોનો ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટના અનુસાર, ડેટા સેન્ટર પર સાયબર સિક્યોરિટીનો અટેક થયો હતો અને એના હેઠળ ડેટા ચોરી થઈ છે. આ અટેક આ જ વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો. એર ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર આ માહિતી આપી છે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સાયબર સિક્યોરિટી હુમલામાં મુસાફરોની પર્સનલ જાણકારી ચોરી કરવામાં આવી છે. એમાં લગભગ 45 લાખ મુસાફરોનો ડેટા ચોરી થયો છે. એમાં દેશ અને વિદેશના મુસાફરો સામેલ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ વૈશ્વિક સ્તરે તેના મુસાફરો સાથે થયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ક્રેડિટ કાર્ડની ડિટેઈલની પણ ચોરી થઈ છે.

મુસાફરોને જાણકારી આપવામાં આવી

અસરગ્રસ્ત મુસાફરોને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે આ ડેટા ચોરી 26 ઓગસ્ટ 2011 અને 20 ફેબ્રુઆરી 2021ના રોજ થઈ હતી. આ સાયબર સિક્યોરિટી અટેકમાં નામ, જન્મ તારીખ, કોન્ટેક્ટ ડિટેઈલ્સ, પાસપોર્ટ ડિટેઈલ્સ, ટિકિટની જાણકારી, સ્ટાર એલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિકવન્ટ ફ્લાયરના ડેટા ચોરી થયા છે. સ્ટાર એલાયન્સ વૈશ્વિક કંપની છે, જેની સાથે એર ઈન્ડિયાનું ટાઇઅપ છે. ફ્રિક્વન્ટ ફ્લાયરનો અર્થ છે તે મુસાફર, જે હંમેશાં એર ઈન્ડિયા દ્વારા મુસાફરી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular