Monday, September 20, 2021
Homeએર ઇન્ડિયાના પાયલટ પર રેપનો આરોપ : TV એક્ટ્રેસે પોલીસ ફરિયાદમાં કહ્યું...
Array

એર ઇન્ડિયાના પાયલટ પર રેપનો આરોપ : TV એક્ટ્રેસે પોલીસ ફરિયાદમાં કહ્યું – લગ્નની વાતોમાં ફસાવીને પાયલટે રેપ કર્યો.

મુંબઈ બેઝ્ડ એક મોડલ અને ટીવી એક્ટ્રેસે એર ઇન્ડિયાના એક પાયલટ પર રેપ, અપ્રાકૃતિક સંબંધ બનાવવાનો અને ફ્રોડનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે 33 વર્ષીય આ પાયલટ વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. કેસમાં અત્યારસુધી કોઈ પ્રકારની FIR ફાઈલ થઇ નથી. પોલીસ હાલ આરોપોની તપાસ કરી રહી છે. ત્યારબાદ કેસ રજિસ્ટર થઇ શકે છે.

મેટ્રોમોનિયલ વેબસાઈટ મારફતે મુલાકાત થઇ હતી

એક્ટ્રેસની લેખિત ફરિયાદ મુજબ 33 વર્ષીય પાયલટ અક્ષત સેઠી સાથે તેની મુલાકાત એક મેટ્રોમોનિયલ વેબસાઈટ મારફતે થઇ હતી. સેઠીએ તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, જેનો કોઈ ઈરાદો ન હતો. લગ્નની સ્કીમ આપીને સેઠીએ એક્ટ્રેસ સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા અને તેનો રેપ કર્યો.

આરોપીએ મારી નાખવાની ધમકી આપી

સેઠીના ખોટા ઈરાદાનો હવાલો આપીને એક્ટ્રેસે તેના પર ફ્રોડનો આરોપ લગાવ્યો અને ફરિયાદ માટે પોલીસને અપ્રોચ કર્યા. પીડિતાનો દાવો છે કે સેઠીએ તેને ધમકી આપી છે કે જો તેણે તેના વિશે કોઈને જણાવ્યું તો તેને મારી નાખશે. પીડિતાનો દાવો છે કે આરોપી લાગ જોઈને ભાગી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments