ભારતમાં અત્યાર સુધીમાં 328 કેસ : ઈટાલીના રોમમાંથી 263 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન દિલ્હી પહોંચ્યું

0
6

નવી દિલ્હીઃ કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત ઈટાલીમાંથી 263 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન રવિવારે દિલ્હી આવ્યું છે. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેમને એરપોર્ટ પરથી અલગ રસ્તામાંથી નીકાળવામાં આવ્યા છે. આ ભારતીયો અને તેમના સામાનને સેનેટાઈઝ કરવામાં તમામ નિયમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ઈટાલીમાં 500થી વધુ ભારતીયો ફસાયા છે. એવામાં અન્ય લોકોને બીજા વિમાનથી મોકલવામાં આવી શકે છે. ઈટાલીમાં રવિવાર સવાર સુધીમાં સંક્રમણના 53 હજાર 500થી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા. અહીં 4800થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં સંક્રમિતોની સંખ્યા 328 થઈ ગઈ છે.

So far 328 cases in India: Government opens test routes for private sector, Korana probe rate fixed at Rs 4500

દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. દેશમાં શનિવારે એક જ દિવસમાં સૌથી વધુ 71 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 328 થઈ ગઈ છે. દેશમાં કોરોનાની તપાસનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. હવે તે પ્રાઈવેટ લેબમાં પણ થઈ શકશે. જોકે સરકારે તેના માટે દર નક્કી કર્યા છે. કોઈ પણ ખાનગી લેબ આ તપાસ માટે 4500 રૂપિયાથી વધુ લઈ શકશે નહિ. તેમાં 1500 રૂપિયા સ્ક્રીનિંગના અને 3000 રૂપિયા કન્ફોર્મેશન ટેસ્ટ માટે લેવામાં આવશે. જનતા કર્ફ્યુ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત અપીલ કરી છે.

કોરોના વાઈરસ સંક્રમણથી મુંબઈમાં વધુ એક મોત, પંજાબમાં લોકડાઉન 
કોરોના સંક્રમણથી મુંબઈમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ સંક્રમણથી રાજ્યમાં બીજુ અને દેશમાં પાંચમું મોત થયું છે. આ પહેલા કર્ણાટકના કલબુર્ગી, દિલ્હી, પંજાબના નવાશહર અને મુંબઈમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. આ સાથે જ પંજાબને 31 માર્ચ સુધી લોકડાઉન કરી દેવાયું હતું.

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- મોટી લડાઈ લડવાની જરૂર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું- આજે આપણે એકજૂથ થઈને લડાઈ લડવાની જરૂર છે. ‘જનતા કર્ફ્યૂ’ જનતા દ્વારા જનતાના જ સ્વાસ્થ્ય માટે એક મોટું પગલું છે. મારી આપ સૌને અપીલ છે કે જનતા કર્ફ્યૂના સંદર્ભમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી વાતોનું પાલન કરો.

અપડેટ્સ 

  • દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 27 થઈ છે. તેમાંથી 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 5ને રજા આપવામાં આવી છે. એક વિદેશી પોતાના દેશની બહાર ચાલ્યો ગયો છે અને એક મહિલાનું મૃત્યુ થયું છે.
  • ઈટાલી સ્થિત ભારતીય એમ્બેસીએ જણાવ્યું કે ત્યાં 263 ભારતીય વિદ્યાર્થીઓને એર ઈન્ડિયાના વિમાનથી ભારત માટે રવાના કરવામાં આવ્યા છે.
  • મુંબઈમાં લોકડાઉન બાદ અહીંના લોકમાન્ય તિલક ટર્મિનલ રેલવે સ્ટેશન પર સન્નાટો છે. જનતા કર્ફ્યુના કારણે અહીં આવનારી તમામ પેસેન્જર ટ્રેનને 22 માર્ચ રાતના 10 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે.
  • દિલ્હીમાં તમામ ટ્રેનો રદ છે. એવામાં અહીં મુસાફરો ફસાયા છે. ઘણા મુસાફરો પ્લેટફોર્મ પર જ સમય પસાર કરી રહ્યાં છે.
  • કોરોનાવાઈરસ  ફેલાવવાના ડરના પગલે તમિલનાડુમાં નાના ગુનામાં સજા ભોગવી રહેલા 51 મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here