Tuesday, January 18, 2022
Homeહવાઈ મુસાફરોને રાહત : મુસાફરીની તારીખ અથવા સમયમાં ફેરફાર કરવા પર સ્પાઈસજેટ...
Array

હવાઈ મુસાફરોને રાહત : મુસાફરીની તારીખ અથવા સમયમાં ફેરફાર કરવા પર સ્પાઈસજેટ કોઈ એક્સટ્રા ચાર્જ લેશે નહીં

એરલાઈન કંપની સ્પાઈસજેટે મુસાફરો પાસેથી મુસાફરીના 5 દિવસ પહેલા ટિકિટની તારીખ અથવા સમયમાં ફેરફાર કરવામાં પર કોઈ એક્સટ્રા ચાર્જ (ચેન્જ ફી) નહીં લેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ છૂટ ઓછામાં ઓછા 7 દિવસ પહેલા કરવામાં આવતા ફેરફાર પર હતી. સ્પાઈસજેટના જણાવ્યા પ્રમાણે, 17 એપ્રિલથી 15 મેની વચ્ચે ડોમેસ્ટિક ફ્લાઈટની મુસાફરી માટે 17 એપ્રિલથી 10 મે દરમિયાન ટિકિટ બુક કરાવનાર મુસાફરો એક વખત ચેન્જ ફીમાં છૂટ લઈ શકશે. કોરોનાના કારણે ઘણા રાજ્યમાં લાગુ લોકડાઉનના કારણે કંપનીઓએ આ નિર્ણય કર્યો છે.

ઈન્ડિગો પણ 30 એપ્રિલ સુધી ચેન્જ ચાર્જ નહીં લે
અગાઉ ઈન્ડિગોએ ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટ પર સમય અથવા તારીખ બદલવા માટે કોઈ ચાર્જ નહીં લેવાનો નિર્ણય કર્યો હતો. કંપની 17 એપ્રિલથી 30 એપ્રિલ 2021 સુધી નવા બુકિંગ પર ચેન્જ ફી નહીં લે.

એરપોર્ટ્સ પર વધારે ધ્યાન રાખવામાં આવશે
કોરોનાને અટકાવવા માટે હવે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પણ સખ્ત પગલા લઈ રહ્યું છે. ડાયરેક્ટર જનરલે ચેતવણી જાહેર કરી છે કે જો કોઈ એરપોર્ટ પર કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેને દંડ ફટકારવામાં આવી શકે છે.

રેલવે મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરવા પર દંડ ભરવો પડશે
રેલવે સ્ટેશન પર લોકોને માસ્ક પહેરવાને લઈને ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રેલવે પરિસરમાં અથવા ટ્રેનની અંદર માસ્ક નહીં પહેરવા પર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. રેલવેના અનુસાર, ન માત્ર માસ્ક પહેરવો પરંતુ જ્યાં ત્યાં થૂંકવા અને ગંદકી ફેલાવવા માટે પણ દંડ થશે.

દેશમાં અત્યાર સુધી 1.47 કરોડ કોરોનાના કેસ
છેલ્લા 24 કલાકમાં 2 લાખ 60 હજાર 533 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધી 1,47,82,461 લોકો કોરોનાવાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જો કે એક્ટિવ કેસ 17,93,976 છે અટલે કે 1,28,05,094 લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાનાં કારણે 1,77,167 લોકોનાં મોત નીપજ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular