Air Strike પર રાહુલ ગાંધી બોલ્યા, ‘IAFના પાયલટોને મારા સલામ’

0
51

પુલવામાં હુમલા બાદ ભારતે આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેના તરફથી નિયંત્રણ રેખા ઓળંગી આતંકીઓના બેઝકેમ્પ પર 1000 કિલોના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે આતંકી જૈશના કેમ્પો તબાહ થઈ ગયા હતા. જે બાદ ભારતીય વાયુસેનાના ઓપરશનની પૂરા ભારતમાં તારીફ થઈ રહી છે. એલઓસી પાર જઈને ભારતીય વાયુસેનાએ જે કાર્યવાહી કરી તેના પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું પણ નિવેદન આવ્યું છે. રાહુલ ગાંધીએ માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર પર આ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ઈન્ડિયન એરફોર્સના પાયલટોને મારા સલામ. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, ભારતીય વાયુસેનાના પાયલટોને હું સલામ કરું છું.

કારગીલમાં નહોતું કર્યું તે આજે કરી બતાવ્યું

એરફોર્સે એલઓસી પાર કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલો બોમ્બ ફેંક્યા હતા. મળતી માહિતી મુજબ 200થી 300 આતંકીઓનો સફાયો થયો છે. જાણકારી પ્રમાણે તડકેમાં 3 વાગ્યે કરવામાં આવેલા ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઈટર પ્લેનને પાકિસ્તાન પર હુમલો કર્યો હતો. આ પહેલો મોકો છે જ્યારે ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરી છે. આ પહેલા કારગિલ યુદ્ધમાં પણ ઈન્ડિયન એરફોર્સે એલઓસી પાર નહોતી કરી.

જાણકારી પ્રમાણે એરફોર્સના ઓપરેશનમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પૂરી રીતે તબાહ કરી દેવામાં આવ્યા છે. આ સંગઠને જ પુલવામાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઓપરેશન પૂરી રીતે સફળ રહ્યું છે. થોડા સમયમાં જ રક્ષા મંત્રી તરફથી અધિકારીક નિવેદન પણ આવી શકે છે. એરફોર્સના હુમલા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ટ્વીટ કરી ખુશી જતાવી હતી.

આ રીતે કર્યો પ્રહાર

પુલવામાં થયેલા આંતકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ સવારમાં 3.30 વાગ્યે કાર્યવાહી કરી મુંહતોડ જવાબ આપ્યો છે. ભારતીય એરફોર્સે ઘણા મોટા વિમાનો સાથે એલઓસી પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીરમાં કાર્યવાહી કરી હતી. વાયુસેનાએ આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કર્યા છે. સુત્રોની માનવામાં આવે તો પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદના આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા હતા. અહીં ત્રણે જગ્યાએ જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તબાહ કરી નાખ્યા.

વાયુસેનાએ પોતાની તાકાત બતાવતા બોમ્બમારી કરી અને આતંકી ઠેકાણાઓને તહેસ નહેસ કરી નાખ્યું હતું. એ પછી એરફોર્સના બેઝકેમ્પ પર ઘણી મોટી ગતિવિધિઓ જોવા મળી હતી. સુત્રોની માનવામાં આવે તો વાયુસેનાએ આ ઓપરેશન માટે લગભગ 10 મિરાજ પ્લેનનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના રક્ષા વિશેષજ્ઞ કમર ચીમાએ કહ્યું હતું કે, અમને પણ હજુ પાકિસ્તાનના અધિકારીક નિવેદનની રાહ છે. તેમણે કહ્યું કે, ભારતીય સરકાર ચૂંટણીને જોતા આ પ્રકારનો માહોલ ઉભો કર્યો છે.

તો બીજી તરફ પુલવામાં હુમલા બાદ શાંતિનું નાટક કરી રહેલી પાકિસ્તાનની સરકાર પોતાની અવડચંડાઈથી બાજ નથી આવી રહી. મંગળવારે લાઈન ઓફ કંન્ટ્રોલ પાર કરી ફરી પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઉલ્લંઘન રાજૌરી અને પૂંછ સેક્ટરમાં થયું હતું. પાકિસ્તાનની આ હરકતના કારણે ભારતીય જવાનોએ પણ મુંહતોડ જવાબ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here