Friday, April 19, 2024
HomeAirtelની જોરદાર ઓફર, ગ્રાહકોને ફ્રી માં આપી રહ્યું છે 4G હૉટસ્પૉટ ડિવાઇસ
Array

Airtelની જોરદાર ઓફર, ગ્રાહકોને ફ્રી માં આપી રહ્યું છે 4G હૉટસ્પૉટ ડિવાઇસ

- Advertisement -

એરટેલે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અને નવા ગ્રાહકોને જોડવા માટે એડવાન્સ રેન્ટલ પ્લાનની શરૂઆત કરી છે. આ ઉપરાંત કંપનીએ હૉટસ્પૉટ પ્લાન્સને પણ રિવાઇસ કર્યો છે. એક રિપોર્ટ અનુસાર હવે કંપની પહેલા જેટલી કિંમતમાં 500 ટકા વધારે ડેટા આપી રહી છે. આ ઉપરાંત એરટેલ ફ્રી માં 4G હૉટસ્પૉટ પણ આપી રહ્યું છે. તો ચલો જાણીએ કયા ગ્રાહકો ઊઠાવી શકે છે આ ઑફરનો લાભ

આ યૂઝર્સને મળશે 4G હૉટસ્પૉટ
જો કોઇ યૂઝર 6 મહિનાથી વધારેનું એડવાન્સ રેન્ટલ પ્લાન પસંદ કરે છે તો એને કોઇ પણ વધારાની ફી ના ફ્રી માં હૉટસ્પૉટ ડિવાઇસ આપવામાં આવશે. આ ઉપરાંત કંપનીએ 399 રૂપિયા અને 599 રૂપિયાના ટેરિફ પ્લાન્સની શરૂઆત કરી છે.

એરટેલના 4G હૉટસ્પૉટ મંથલી પ્લાન્સ
જો એરટેલ હૉટસ્પૉટના પ્લાન્સની વાત કરીએ તો એમાં મુખ્ય રૂપથી બે ટેરિફ પ્લાન્સ મળે છે જેની કિંમત 399 રૂપિયા અને 599 રૂપિયા છે. 399 રૂપિયાના પ્લાનમાં એક મહિના માટે 50GB ડેટા અને ત્યારબાદ 80kbpsની સ્પીડ પર અનલિમિટેડ થ્રૉટલિંગ મળે છે. તો બીજી બાજુ 599 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 100 gb ડેટા મળે છે. જેની વેલિડિટી 1 મહિનાની હોય છે.

કંપની નૉર્મલ પ્લાન ઉપરાંત છ મહિના એડવાન્સ રેન્ટલ પ્લાન્સ પણ આપી રહી છે. એને પસંદ કરનાર ગ્રાહકોને 4G હૉટસ્પૉટ ડિવાઇસ ફ્રી માં આપવામાં આવી રહ્યું છે. જો તમે 399 રૂપિયાના પ્લાનને 6 મહિના માટે પસંદ કરો છો તો એના માટે તમારે 2400 રૂપિયા આપવા પડશે. તો 599 રૂપિયાના પ્લાનને 6 મહિના સુધી પસંદ કરવા માટે યૂઝરને 3600 રૂપિયા આપવા પડશે. આ બંને પ્લાન્સની સાથે યૂઝર્સને 4G હૉટસ્પૉટ ડિવાઇસ ફ્રી માં આપવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular