એરટેલ 5G : કંપનીના દાવો- 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં ફુલ HD મૂવી ડાઉનલોડ થઈ જશે

0
0

દેશમાં 5G સ્માર્ટફોન તો લોન્ચ થઈ રહ્યા છે હવે 5G નેટવર્કની ચર્ચા થઈ રહી છે. સરકાર પણ દેશમાં 5G નેટવર્ક લાવવા માટે ટેલિકોમ કંપની સાથે વાટાઘાટો કરી રહી છે. ટેલિકોમ કંપની ભારતી એરટેલ અને ટેક્નોલોજી કંપની એરિક્સને સોમવારે ગુરુગ્રાામના સાયબર હબમાં 5Gનું ટ્રાયલ કર્યું છે. PTIના અહેવાલ પ્રમાણે, 5G નેટવર્ક પર 1GB/સેકન્ડની સ્પીડ મળી છે.

ટ્રાયલમાં નિયમોનું પાલન થયું

રિપોર્ટ અનુસાર, એરિક્સને કહ્યું છે કે ભારતી એરટેલ અને એરિક્સનને ગુરુગ્રામના સાયબર હબમાં ભારતી એરટેલના લાઈવ 5G ટ્રાયલ નેટવર્ક પર 1GB/સેકન્ડ પર્ફોર્મન્સ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એરટેલે સાયબર હબમાં પોતાના 5G ટ્રાયલ નેટવર્કની શરૂઆત કરી અને ટેલિકોમ નિયમો પ્રમાણે ટ્રાયલની જગ્યાએ 3500 મેગાહર્ટ્સ રેડિયો સ્પેક્ટ્રમ બેન્ડનો પ્રયોગ કર્યો. દેશમાં સ્પીડ સાથે ઈન્ટરનેટ નેટવર્ક સર્વિસ 5G આગામી વર્ષથી શરૂ થશે. સરકારે દેશમાં પાંચમી જનરેશનની ટેલિકોમ સર્વિસ આવતા વર્ષે શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી છે.

4મેથી સ્પેક્ટ્રમ કંપનીઓને મળી મંજૂરી

ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ગત 4મેએ 5G ટેસ્ટ માટે સ્પેક્ટ્રમ કંપનીઓને એપ્લિકેશનને મંજૂરી આપી હતી, જોકે તેમાંથી કોઈ પણ કંપનીઓ ચાઈનીઝ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકશે નહિ. ટેલિકોમ વિભાગે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન અને MTNLની એપ્લિકેશનને મંજૂરી આપી છે. આ સિવાય 5G ટ્રાયલ માટે અપ્રૂવ્ડ ટેલિકોમ ગિયર મેન્યુફેક્ચરિંગનાં લિસ્ટમાં એરિક્સન,નોકિયા, સેમસંગ, C-ડોટ અને રિલાયન્સ જિયો સામેલ છે. તેમાં રિલાયન્સ જિયો ભારતમાં ડેવલપ થયેલી ટેક્નોલોજી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here