Friday, March 29, 2024
HomeUncategorizedએરટેલ કંપનીએ ડેઈલી 3G ડેટાવાળા પ્લાન્સ બંધ કર્યા

એરટેલ કંપનીએ ડેઈલી 3G ડેટાવાળા પ્લાન્સ બંધ કર્યા

- Advertisement -

એરટેલે તેના પ્રીપેઈડ પ્લાન્સના ભાવ વધારી દીધા છે. ત્યારબાદ કંપનીએ યુઝર્સને બીજો મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ ડેઈલી 3GBવાળા પ્લાન્સ બંધ કરી દીધા છે.

એરટેલે ભાવવધારો લાગુ કર્યો ત્યારે દરરોજ 3GB ડેટા પ્લાન્સમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. જોકે હવે કંપની તેને બંધ કરવા જઈ રહી છે. આ વિશે કંપનીએ કોઈ જાહેરાત કરી નથી, પરંતુ કંપનીની વેબસાઈટ અને Airtel Thanks એપ પર 3GBવાળા પ્લાન્સ બતાવતા નથી.

આ પ્લાન્સ બંધ થયા

એરટેલના 398 રૂપિયા, 499 રૂપિયા અને 558 રૂપિયાના પ્લાન્સ હવે એક્ટિવ રહ્યા નથી. આ તમામ પ્લાન્સમાં દરરોજ 3GB ડેટા મળતો હતો. 398 રૂપિયાના પ્લાની વેલિડિટી 28 દિવસની હતી. 558 રૂપિયાના પ્લાનની વેલિડિટી 56 દિવસની હતી. 28 દિવસની વેલિડિટી ધરાવતા 499 રૂપિયાના પ્લાનમાં ડિઝની પ્લસ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન મળતું હતું.

આ સિવાય આ પ્લાન્સ સાથે અનલિમિટેડ કોલ, દરરોજ 100 SMS, Airtel Xstream Premiu અને Wynk Musicનું સબસ્ક્રિપ્શન મળતું હતું.

આ પ્લાન્સમા 3GB ડેટા મળશે

એરટેલ હવે 2 પ્રીપેઈડ પ્લાન્સમાં દરરોજ 3GB ડેટા ઓફર કરી રહી છે. 599 રૂપિયા અને 699 રૂપિયાના પ્લાન્સમાં દરરોજ 3GB ડેટા સાથે અનલિમિટેડ કોલ્સ અને દરરોજ 100SMSની સુવિધા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular