એરટેલ સુનિલ મિત્તલને કરેલી વધારાની ચૂકવણીમાંથી મૂક્તિ માટે શેરધારકોની મંજૂરી માંગશે

0
12

નવિ દિલ્લી : ભારતીય એરટેલે નાણાકિય વર્ષ 2018-19માં કંપનીના ચેરમેન સુનીલ મીતલ તથા સીઇઓ ગોપાલ વિટ્ટલને આપવામાં આવેલી વધુ રકમ પાછી ખેચવાની મંજુરી શેર હોલ્ડરોને પાસેથી લેશે.કંપનીએ શેર બજારોને જણાવ્યુ કે ગયા નાણાકિય વર્ષમાં મિતલને 21.19 કરોડ રૂપીયા વધુ રકમનુ પેમેન્ટ ચુકવવામાં આવ્યુ હતું જે કંપનીના ચોખ્ખા નફાના 11 ટકા સીમાથી વધારે છે.જ્યારે વિટ્ટલને સીમા કરતા 8.85 કરોડ રૂપીયા વધુ ચુકવવામાં આવ્યા હતા.આ રકમ પણ સીમા કરતા વધારે હતી.

ભારતીય અરટેલે કહ્યુ કે નવિ દિલ્લીમાં 14 ઓગષ્ટે મળનારી કંપનીની વાર્ષીક સામાન્ય સભામાં આ બંને આધીકારીઓને વધુ પડતા પગારની રકમની છુટછાટ માટે અનુમતી લેવાંમાં આવશે.નિયમ મુજબ કોઇ કંપની પોતાના ચોખ્ખા નફાના 11 ટકાથી વધુ રકમ કંપનીના પ્રબંધકોને આપી શકે નહીં.ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની રીલાયન્સ જીઓ ટેલીકોમ સેક્ટરમાં ઝંપલાવતા,ભારતીય એરટેલના નફામા ઘણો ફેરફાર જોવા મળ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here