ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટની તસવીરોએ સો.મીડિયામાં મચાવી ધૂમ : પાકિસ્તાની યુવતી બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય જેવી દેખાય છે.

0
14

ડાબી બાજુ, આમના ઈમરાન, ઐશ્વર્યા રાય

બોલિવૂડમાં જ્યારે પણ સુંદરતાની વાત આવે તો તેમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ભૂલ્યા વગર લેવામાં આવે છે. ઐશ્વર્યા પોતાની સુંદરતાને કારણે માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં લોકપ્રિય છે. હાલમાં ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટની તસવીરોએ સો.મીડિયામાં ધૂમ મચાવી છે.

આમનાની આંખો, હોઠ એકદમ ઐશ્વર્યા રાય જેવા દેખાય છે

કોણ છે ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટ?

પાકિસ્તાનમાં રહેતી આમના ઈમરાનની તસવીરો હાલમાં ઘણી જ વાઈરલ થઈ છે. આમના એકદમ ઐશ્વર્યા રાય જેવી લાગે છે. તેની તસવીરો જોયા બાદ એ કહેવું મુશ્કેલ છે કે આ ઐશ્વર્યા છે કે આમના?

આમના મેકઅપ કરીને ઐશ્વર્યા રાય જેવી દેખાવાનો પૂરતો પ્રયાસ કરે છે

આમના ઈમરાન બ્લોગર છે. તે સો.મીડિયામાં ઐશ્વર્યા રાય જેવી દેખાય તે જ રીતની તસવીરો શૅર કરતી હોય છે. આમના ક્યારેક ટ્રેડિશનલ લુકમાં તો ક્યારેક ફોર્મલ આઉટફિટમાં જોવા મળે છે.

આમના સો.મીડિયામાં ઐશ્વર્યા રાય જેવી દેખાય તેવી વિવિધ તસવીરો શૅર કરતી રહેતી હોય છે

ઉલ્લેખનીય છે કે આ પહેલાં મરાઠી એક્ટ્રેસ માનસી નાઈકની તુલના પણ ઐશ્વર્યા સાથે થઈ હતી. ઈરાનીયન મોડલ માલઘા જાબેરીની તુલના પણ ઐશ્વર્યા રાય સાથે થઈ હતી. બોલિવૂડ એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલને પણ ઐશ્વર્યા રાયની ડુપ્લીકેટ માનવામાં આવતી હતી.

આમના ઈમરાનની ખાસ તસવીરો

આમના ઈમરાન પાકિસ્તાનમાં રહે છે

આમના બ્લોગર છે

આમનાના સો.મીડિયામાં અઢી હજાર જેટલા ફોલોઅર્સ છે, પરંતુ તેની તસવીરો વાઈરલ થતાં તેના ફોલોઅર્સની સંખ્યામાં ધીમે ધીમે વધારો થયો છે

પાકિસ્તાનના વિવિધ મીડિયામાં આમનાને પાકિસ્તાની ઐશ્વર્યા રાય કહેવામાં આવે છે

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here