ખેડૂત આંદોલન મુદ્દે અજય દેવગન ફસાયો : પંજાબના યુવકે એક્ટરની કાર અટકાવી : પોલીસે ધરપકડ કરી.

0
5

મુંબઈ ફિલ્મ સિટીના ગેટ પર મંગળવાર, 2 માર્ચના રોજ રાજદીપ રમેશ સિંહ નામની વ્યક્તિએ અજય દેવગનની કાર અટકાવી દીધી હતી. અજય સવારે 10.30 વાગે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના સેટ પર આવ્યો હતો. રાજદીપ નામની વ્યક્તિએ પોતાને ખેડૂત આંદોલનનો સમર્થક ગણાવ્યો હતો. તેણે અજય દેવગનને સવાલ કર્યો હતો કે તે ખેડૂત આંદોલનના સમર્થનમાં કેમ કંઈ બોલતો નથી. રાજદીપે 15 મિનિટ સુધી એક્ટરની કાર અટકાવી હતી અને ખેડૂતોના સમર્થનમાં સો.મીડિયામાં પોસ્ટ કરવાની માગણી કરી હતી.

અજયના બૉડીગાર્ડ પ્રદીપ ઈન્દ્રસેન ગૌતમે 28 વર્ષીય રાજદીપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ દિંડોશી પોલીસે રાજદીપની ધરપકડ કરી હતી. પોલીસના મતે રાજદીપ પંજાબનો છે. સૂત્રોના મતે પોલીસે પછી રાજદીપને છોડી મૂક્યો હતો. તેની પર IPCની કલમ 504 તથા 506 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

ખેડૂત આંદોલન મુદ્દે પોસ્ટ કરીને અજય મુશ્કેલીમાં મૂકાયો હતો

અજય દેવગને થોડાં દિવસ પહેલાં ખેડૂત આંદોલન મુદ્દે પોતાનો અભિપ્રાય સો.મીડિયામાં શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું કે ભારત તથા ભારતીય નીતિઓ વિરુદ્ધ કોઈ પણ ખોટો પ્રોપેગેંડાના ચક્કરમાં ના આવો. આ સમયે એક થવાની જરૂર છે. અજયની આ પોસ્ટ બાદ અનેક ખેડૂતો સમર્થકોએ તેનો વિરોધ કર્યો હતો.

પંજાબી સિંગર જૈજ ધામીએ અજયને ચમચો કહીને સો.મીડિયામાં કહ્યું હતું, ‘ચમચા, તારા માટે આરામથી બેસીને સો.મીડિયા પોસ્ટ કરવી સરળ છે. પોતાના વૃદ્ધો લોકોને તે ઠંડીમાં એક દિવસ તો મોકલ, ત્યારે તને ખબર પડશે કે તેઓ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. દુઃખદ છે કે રિહાના જેવા ગ્લોબલ સ્ટારને તમારા જેવા લોકોને જગાડવા પડે છે.

અજય ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં વ્યસ્ત છે

અજય ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટના મેન્ટરના રોલમાં જોવા મળશે. ફિલ્મ 30 જુલાઈએ રિલીજ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here